SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિ [ પૂર્વ ખંડ - લલિગને અધિકાર–કહાવલીમા આ લલ્લિગને અધિકાર નીચે મુજબ અપાય છે – - હરિભદ્રસૂરિના જિનભર અને વીરભદ્ર એ નામના બે શિષ્યોને લલ્લિગ કે લલિગ નામે એક પિતરાઈ ( કાકે) હતા. એ દેવગુરુની. ભક્તિ કરતો હતો, પણ પૈસેટકે એ દુઃખી હતો. ગરીબાઈથી કંટાળી. જવાથી એ આજીવિકા માટે આમ તેમ ભમતે હતો. એક વેળા એ હરિભદ્રસૂરિ પાસે આવ્યા. સૂરિએ એને કહ્યુંઃ આ રખડપટ્ટી છોડી દે. લલિગે ઉત્તર આપ્યોઃ તે દીક્ષા આપે જેથી પરલોકનું હિત સાધી શકું (હરિભદ્રસૂરિ ચૂડામણિ નામના તિશાસ્ત્રમાં પ્રવીણ હતા. એમણે એ જ્ઞાનબળે લલ્લિગનું ભાવિ જોઈ) એને અન્યત્ર જવા ના પાડી, અને કહ્યું કે અહીંના બજારમાં કઈ કઈ ચીજ વેચાવા આવે છે તેની મને ખબર આપતો રહેજે. - લલિગે તેમ કરવા માયુ. એવામાં એક દિવસ “સુવર્ણદ્વીપ થી. કેટલાક વેપારીઓ ત્યા આવ્યા. એમણે સુવર્ણ, રત્ન વગેરે સંતાડી. રાખ્યા હતા. એ કોઈક જાણી જતા ચોરાઈ ગયા. એ વેપારીઓ મયણપિંડીઓ ખરીદી બજારમાં એ વેચવા આવ્યા. આ વાત લલ્લિ. હરિભદ્રસૂરિને કહી. નિમિત્તબળે લાભ જોઈ એ ખરીદવા સૂરિએ. એને કહ્યું પિલી મયણપિંડીઓમાં સુવર્ણ અને રને સંતાડાયેલાં હતાં, પરંતુ લલ્લિગને એની ખબર ન હતી. એથી એ પહેલા તે નારાજ થ, પણ પછી એ સુવર્ણાદિ મળતા એ વેચી એ પુષ્કળ કમાય. એણે સર્વત્ર દાન દેવા માંડ્યું. ખાસ કરીને એણે હરિભદ્રસૂરિએ રચેલા. ગ્રંથ લખાવવામાં પૈસા ખરચ્યા. રાત્રે ગ્રંથ રચના-કહાવલીમાં સૂચવાયા મુજબ એક ઉત્તમ રત્ન લલ્લિગે ઉપાશ્રયમાં રાખ્યું હતું. એના પ્રતાપે હરિભદ્રસૂરિ ભીત. અને પાટી ઉપર રાતે પણ ગ્રંથની રચના કરી શકતા. એ લખાણ દિવસે ઉતારી લેવાતુ
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy