________________
જીવનરેખા ]
જીવન અને કવન
૪૩
ભેજનસમયનું શંખવાદન અને “ભવવિરહસૂરિ તરીકેની પ્રસિદ્ધિ–હરિભદ્રસૂરિ આહાર વાપરવા એટલે કે ભોજન કરવા બેસતા ત્યારે પેલે લલ્લિગ શંખ વગાડી યાચકોને ભેગા કરી તેમને મનવાંછિત ભોજન કરાવો. ભોજન કર્યા બાદ એ યાચકો હરિભદ્રસૂરિને પ્રણામ કરતા એટલે એ સૂરિ એમને આશીર્વાદ આપતા કે “તમે ભવના વિરહમાં ઉદ્યમશાળી રહે. આ સાંભળી તેઓ “ઘણુ જેવો ભવવિરહસૂરિ” એમ બેલતા. આને લઈને હરિભદ્રસૂરિ “ભવવિરહસૂરિ' તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
આક્ષેપ અને એને પરિહાર–હરિભદ્રસૂરિએ રચેલા અષ્ટપ્રકરણ ઉપર જિનેશ્વરસૂરિએ વિ સં. ૧૦૮૦મા એક ટીકા સંસ્કૃતમા રચી છે. એમાં નીચે મુજબની કિંવદન્તી અપાયેલી છે –
હરિભસૂરિ ભજન કરતી વેળા શંખવાદનપૂર્વક યાચકોને એકત્રિત કરી ભોજન અપાવતા અને પછી પોતે ભજન કરતા.
આ ઉપરથી કેટલાક આધુનિક વિદ્વાન હરિભદ્રસૂરિને “ચૈત્યવાસી’ માનવા પ્રેરાયા હતા પરંતુ એ વાત બરાબર નથી એમ કહાવેલી જોતાં જણાય છે કેમકે શંખવાદન ઇત્યાદિ કાર્ય તે લલ્લિગ કરતું હતું, નહિ કે હરિભદ્રસૂરિ. વળી સંબેહપયરણમા ચૈત્યવાસીઓની વિરુદ્ધ એ સૂરિએ જે સચોટ લખાણ કર્યું છે તે પણ એમના ઉપર “ચૈત્યવાસી” તરીકેને આક્ષેપ અસ્થાને છે એમ સિદ્ધ કરે છે
અષ્ટપ્રક્વણની ટીકા (પત્ર ૯૨૮)માં જિનેશ્વરસૂરિએ હરિ. ભદ્રસૂરિને “સંવિપાક્ષિક” કહ્યા છે
કાર્યાસિકનું દાન–પ્ર, ચ, (પૃ. ૭૫, પ્લે ૨૦૩-૨૧૭)માં કહ્યું છે કે એક વેળા હરિભદ્રસૂરિની નજર કાર્યાસિક નામના ભવ્ય જન
૧ વિશેષ માટે જુઓ અજ૫. (ખડ ૨)ને મારે ઉપદ્માતે (પૃ ૧૦૩–૧૦૪)