________________
જીવનરેખા ]
જીવન અને કવન
શ્રાવક–મેં પંચેન્દ્રિય જીવની વિરાધના કરી છે. એથી હું દુભાઉં છુ. હરિભદ્રસૂરિ–તમારે મોટું પ્રાયશ્ચિત્ત લેવું પડશે. શ્રાવક–તો તમારે કેટલું ?
હરિભદ્રસૂરિ સમજી ગયા કે ગુરુ જાણી ગયા છે. અવસર જોઈને પેલા શ્રાવકે કહ્યું કે ગુરુએ કહેવડાવ્યુ છે કે શું તમે સમરાત્વિનું ચરિત્ર નથી જાણતા ? એણે એક ભવમા લેટને બનાવેલ કૂકડે મારી નાખ્યો હતો તેનુ એ લેટમાં સંક્રાત થયેલા વ્યંતરે ૨૧ વાર વેર લીધુ હતુ ૧
આ સાભળી હરિભદ્રસૂરિ બૌદ્ધોને વધ કરતા અટકી ગયા. સંધ મળતા એમણે પ્રાયશ્ચિત્ત લીધું અને પછીથી વૈરાગ્યરૂપ અમૃતથી પરિપૂર્ણ સમરાદિત્યચરિત્ર રચ્યું.
નિરપત્યતા અંગે અંબાદેવી દ્વારા સાંત્વન–પ્ર. ચ, (પૃ. ૭૪) પ્રમાણે હરિભદ્રસૂરિને એમના ગુરુએ પ્રાયશ્ચિત્ત તરીકે તપશ્ચર્યા કરવાનું કહ્યું. તે પ્રમાણે આ સૂરિએ તપ કરીને શરીરને શુષ્ક બનાવ્યું ખરુ, પર તુ એમના બે પ્રિય શિષ્યોના વિયોગને સ તાપ ઓછા ન છે. આથી અંબા દેવીએ “તમારા જેવાએ આમ શોક કરવો તે ઉચિત નથી.” એમ એમને સમજાવવા માડ્યું ત્યારે હરિભદ્રસૂરિએ કહ્યું કે “માતા હું નિરપત્ય છુ એથી મને દુઃખ થાય છે. શું નિર્મળ ગુરુકુળને મારાથી અંત આવશે ? અંબા દેવીએ ઉત્તર આપ્યઃ હે સૂરિ ! તમારા ભાગ્યમાં કુળની વૃદ્ધિ દ્વારા પુણ્ય હાસલ કરવાનું નથી; શાસ્ત્રને સમૂહ એ જ તમારી સંતતિરૂપ છે.
આમ બોલી દેવી અદશ્ય થઈ અને હરિભદ્રસૂરિએ ગ્રંથ રચવા તરફ લક્ષ્ય આપ્યું. સૌથી પ્રથમ એમણે સમાદિત્યચરિત્ર રચ્યું.
૧ જુઓ પુ. . સં. (૫ ૧૦૫, પક્તિ ૨૧-૨૨) ૨ શિષ્યરૂપ સ તાનથી રહિતપણું.