SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિ [ પૂર્વ ખંડ અને પિતાના શિષ્યના પ્રચંડ કોપની જાણ થતાં એ કાંપના નિવારણાર્થે એમણે બે મુનિઓને સમરાદિત્યના વૃત્તાતના બીજરૂપ ત્રણ ગાથાઓ આપી એમની પાસે મોકલ્યા. એઓ સૂરપાલ રાજાના નગરમાં આવી હરિભદ્રસૂરિને મળ્યા. એમણે કહ્યું કે ગુરુએ આ ત્રણ ગાથાઓ બરાબર વિચારી જોવાનું કહેવડાવ્યું છે જેમ જેમ એ ગાથાઓ વિચારતા ગયા તેમ તેમ એમને કેપ શાત થતો ગયો. પિતે બૌદ્ધોને મારી નાખ્યા હતા તે બદલ એમને ઉગ્ર પશ્ચાત્તાપ થયે. સૂરપાલની અનુમતિ લઈ એમણે તરત જ વિહાર કર્યો અને ગુરુ પાસે આવી એમને પગે પડી પ્રાયશ્ચિત્ત આપવા જણાવ્યું. ગુરુએ તપ કરવા કહ્યું અને એમણે તેમ કરવા માડયું. શ્રાવક દ્વારા સંબંધન–પુ. પ્ર. સં. (પૃ. ૧૦૫) પ્રમાણે આ હકીકત નીચે મુજબ છે – સાત સે બૌદ્ધોની હત્યાની જાણ થતા હરિભદ્રસૂરિના ગુરુ જિનભદ્રસૂરિએ એક શ્રાવકને શિખામણ આપી આ સૂરિ પાસે મોકલ્યા સૂરિએ એને અંદર આવવા ન દીધો. ત્યારે એણે કહ્યું: હું આલેચના માટે આપના ગુરુ પાસે ગયો અને મેં પ્રાયશ્ચિત્ત માગ્યું, પણ ગુરુએ મને આપની પાસે મોકલ્યો છે તે કૃપા કરી પ્રાયશ્ચિત્ત ફરમાવશે હરિભદ્રસૂરિ–તમે શું પાપ કર્યું છે? ૧ પ્ર. ચ. (પૃ ૭૩)માં નીચે મુજબ અપાઈ છે – “ગુણેન-સિમ્મા દાનન્દી ૨ તા પિયા-પુ ! સિદ્ધિ-જ્ઞાત્રિાળ મા-સુકા જળ-સિરિમા પમા II ૨૮ जय-विजया य सहोअर धरणो लच्छी अ तह पई मज्जा। सेण विसेणा पित्तिय-पुत्ता जम्मम्मि सत्तमए ॥ १८६ ।। गुणचन्द-वाणमन्तर समराइच्च-गिरिसेण पाणो अ । एगस्स तओ मोक्खोऽणन्तो अन्नस्स ससारो ॥ १८७ ॥"
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy