________________
જીવનરેખા ]
જીવંત અને કવન
ક્રોધના આવેશમાં તમે મને ગમે તેમ કહે છે તેની હુ દરકાર કરનાર નથી; તમે શોક તજી તમારે સ્થાનકે પાછા ફરશો તો હુ તમારા સંકટને સદા દૂર કરતી રહીશ, કેમકે તમે તે મારા સંતાન છે.
બૌદ્ધોને હેમખે, ચ, (પૃ. ૭૩, લે. ૧૮૦)મા આ સંબ ધમા એવો મતાતર નોધાય છે કે પોતાના શિષ્યોના મૃત્યુથી ગુસ્સે થયેલા હરિભદ્રસૂરિએ મહામત્રના પ્રભાવથી બૌદ્ધ મતના સાધુઓનું આકર્ષણ કરી તેમને તપેલા તેલમાં હોમી દીધા.
સાતસે બૌદ્ધોનું મૃત્યુ–પુ, પ્ર. સં. (પૃ. ૧૦૫)માં નીચે મુજબ હકીકત છે –
નિષદ્યા જેવાથી શિષ્યના મૃત્યુથી વાકેફગાર બનેલા હરિભદ્રસૂરિ રૌદ્ર ધ્યાન ધ્યાવા લાગ્યા. બૌદ્ધો ઉપરના ગુસ્સાને લઈને એમણે ઉપાશ્રયની પાછળ તેલની કડાઈ મંડાવી. મંત્રના પ્રભાવથી (ખેચાયેલા ) બૌદ્ધો આકાશમાર્ગે આવી પતંગિયાની પેઠે એ કડાઈમાં પડવા લાગ્યા. સાતસે બૌદ્ધો આ પ્રમાણે મરી ગયા.
૧૪૪૦ બૌદ્ધોનું શકુનિકારૂપે પરિવર્તન, તેમને હેમ અને મરણ–પ્ર. ચ. (પૃ. ૫૧)માં આ બાબત નીચે મુજબ છે –
ચિત્રકૂટ ”મા પરમહંસનુ ધડ જોતા હરિભદ્રસૂરિએ તેલની કડાઈઓ તૈયાર કરાવી અને અગ્નિ વડે એ તેલ તપાવરાવ્યું. ૧૪૪૦ બૌદ્ધોને હોમ કરવા એમણે તેમને આકાશમાર્ગે ખેચ્યા. તેઓ શકુનિકા રૂપે તેલની કડાઈમાં પડી મરણ પામ્યા.
સૂરિના કેપનુ નિવારણુ–પ્ર, ચ. (પૃ. ૭૩, લે. ૧૮૧– ૧૮૨) પ્રમાણે હરિભદ્રસૂરિના ગુરુ જિનભદ્રસૂરિને બૌદ્ધોના નાશની
૧ શકુનિકા થી કઈક પક્ષી અભિપ્રેત હોય એમ જણાય છે એ સમડી હશે ચંદ રાજાને એની સાવકી માતાએ કૂકડો બનાવી દીધો હતો તેમ અહી મ બળ જેવાથી બૌદ્ધોનું શકુનિકારૂપે રૂપાંતર થયું હોય એમ લાગે છે.