SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ હરિભદ્રસૂરિ [ ઉપખંડ " विधिनियमभङ्गवृत्तिव्यतिरिक्तत्वादनथकवचोवत् । जैनादन्यच्छासनमनृतं भवतीति वैधर्म्यम् ॥" આ કારિકા ઉપર વિસ્તૃત, અભ્યાસપૂર્ણ અને માનનીય ભાષ્ય છે. એનું નામ 'દ્વાદશાનયચક છે. એનું મંગલાચરણરૂપ આદ્ય પદ્ય નીચે પ્રમાણે છેઃ"व्याप्येकस्थमनन्तमन्तवदपि न्यस्तं विया पाटवे व्यामोहे तु जगप्रतानविसतिव्यत्यासधीरास्पदम् । वाचा भागमतीत्य वाग्विनियत गम्यं न गम्यं क्वचित् ओपन्यग्भवनेन शासनमल जैनं जयत्यूर्जितम् ॥" દ્વાદશાનિયચક્રમાં એક સ્થળે નીચે મુજબનુ પદ્ય છે – " लौकिकव्यवहारोऽपि न यस्मिन्नवतिष्ठते। तत्र साधुत्वविज्ञान व्यामोहोपनिबन्धनम् ॥"२ પદ્મચરિત–પ્રચવ (પ્રબંધ ૧૦, લે. ૭૦)માં મલવાદીને અત્રે એ ઉલ્લેખ છે કે એમણે ૨૪૦૦૦ શ્લોક જેવડું પદ્મચરિત ૧ આના ચાર ભાગ “લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા”માં પ્રસિદ્ધ થયા છે. પહેલે ભાગ અર ૧-૨ પૂરતો, બીજો અર ૩-૬ પૂરત, ત્રીજો અર ૭-૮ પૂરતો અને ચોથા બાકીના અર ૯-૧૨ પૂરતો છે. એ અનુક્રમે ઇ. સ. ૧૯૪૮, ૧૯૫૧, ૧૫૭ અને ૧૯૬૦માં છાણીથી છપાયા છે. ચોથા ભાગમાં ૫ વિકમવિજયગણિનું જે “પ્રાકથન” છે તેને મારે અંગ્રેજી અનુવાદ એમાં છપાવાગે છે પરંતુ મને એના એકે વારના મુદ્રણપત્રો બતાવાયા ન હતા. એ ગમે તેમ સુધારાયાં હોવાથી વિવિધ મુદ્રણ ઉદ્ભવ્યા હતા. તેમ થવાથી એ ફરીથી છપાવવા અને સાથે સાથે પ્રાથન ઉપયોગી હોઈ એને હિન્દી અનુવાદ કરાવવા શ્રીવિજયલબ્ધિસૂરિએ વિક્રમવિજયગણિ વગેરેને મારી હાજરીમાં ખાસ સૂચન કર્યું હતુ ૨ આ જ પદ્ય પાઈયટીક (પત્ર રઅ)માં તેમ જ પવયસારુદ્ધારની સિદસેનસૂરિકૃત ટીકા (પત્ર ર૮)માં પણ છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy