SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ સમીક્ષા ] જીવન અને કવન ૩૩ ભુવનપાલને અલ્લના પૌત્ર કહેલ છે અને એને અભયદેવસૂરિના ગુરુ વર્ધમાનસૂરિના સમકાલીન તરીકે ઉલ્લેખ છે. આથી આ અલ્લને સમય વિક્રમની દસમી સદીને ઠરે છે આ પ્રવ્યની પ્રશસ્તિ (લે. ૩-૪)મા અલૂની સભામાં વાદમહાવના કર્તા અભયદેવસૂરિના ગુરુ પ્રદ્યુમ્નસૂરિએ દિગંબરને હરાવ્યાની વાત છે. આ અલૂ તે અલ્લ જ હશે અને તેમ જ હેય તે એને સમય પણ વિક્રમની દસમી સદી ગણાય. * ન્યાયબિન્દુ ઉપર ધર્મોત્તરે જે ટીકા રચી છે એના ઉપર મલવાદીએ પિણ રચ્યું છે. આ ધર્મોત્તરનો સમય વિ. સં. ૯૦૪ની આસપાસને મનાય છે. એ જે વાસ્તવિક હોય તે આ મલ્લવાદી અલના સમકાલીન ગણાય અને એ મલવાદી પ્રસ્તુત મલ્લવાદીથી ભિન્ન ઠરે. પ્રસ્તુત મલ્યવાદી તે વાઈમેહાણુવ (પૃ. ૬૦૮)માં “યુગપદુપયેગવાદમા પુરસ્કર્તા તરીકે જે મલ્લવાદીને ઉલ્લેખ છે તેઓ જ હોવા જોઈએ. ' ' કૃતિઓ–પ્રસ્તુત મલ્લવાદીએ સમ્મઇપયરની ટીકા રચી છે. બહથ્રિપનિકા પ્રમાણે એ ૭૦૦ શ્લોક જેવડી છે. એમની બીજી વિશિષ્ટ કૃતિ તે એક કારિકા અને દ્વાદશારાયચક છે. પ્રસ્તુત કારિકા, નીચે મુજબ છેઃ- - ૧ એમને સમય વિક્રમની દસમી સદીના ઉત્તરાર્ધથી અગિયારમી સદીના પૂર્વાર્ધ પૂરતો છે ? ૨ સમતિ પ્રકરણની પ્રસ્તાવના (પૃ. ૬૮)માં આ બૌદ્ધ તે નથી એ પ્રશ્ન ઉઠાવાયો છે. ૩ એક ત્રીજા મલ્યવાદી પણ થયા છે. એમને સમય વિક્રમની તેરમી સદી છે. એમના કાવ્યોની પ્રશંસા વસ્તુપાલે કરી હતી.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy