________________
રર૦
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
નિરર્થક છે–ઉમાસ્વાતિને સંક્ષિપ્ત લખાણ રજૂ કરવાના ઈરાદાને અનુરૂપ નથી એમ પત્ર ૧૭૫માં કહ્યું છે.
પાઠ વિષે ચર્ચા–અમુક પાઠ સૂત્રને છે કે ભાષ્યને એ વાત ચર્ચાઈ છે.૧
અંતરદ્વીપનું ભાષ્ય–પ૬ અંતરદીપને બદલે ૯૬ને લગતા ભાષ્યને ઉદ્ભવ “સૈદ્ધાતિકપાશાને આભારી છે એમ પત્ર ૧૮૧મા કહેવાયું છે.
વાદ્યો–મૃદંગ, પણવ, વિષ્ણુ, ત્રિસિરિકા ઈત્યાદિને ઉલ્લેખ પત્ર ૨૨૯માં છે.
“અન્યત્ર' શબ્દનો પ્રયોગ–આ શબ્દ દ્વારા હરિભદ્રસૂરિએ આ ટીકા પોતે રચ્યા પૂર્વેના ગ્રંથને પ્રાયઃ મોઘમમા નિર્દેશ કર્યો છે. જુઓ પત્ર ૧૮, ૨૩, ૪૯, ૬૭, ૭૦, ૧૦૮ અને ૧૨૦.
પત્ર ૪૯મા આવશ્યક–ટીકાને સ્પષ્ટ ઉલ્લેખ છે.
પુસ્ત-કર્માદિ-પુસ્ત-કર્મ, કાછ-કર્મ વગેરેનું નિરૂપણ પત્ર ૨૬૭માં છે.
ઉમાસ્વાતિ વિષે નિર્દેશ–સૂત્રકાર, ભાષ્યકાર અને સૂરિ (૨૪૭) એમ વિવિધ રીતે ઉમાસ્વતિ વિષે નિર્દેશ કરાયો છે.
વૃદ્ધ–આ નામથી “વૃદ્ધ ને ૭૨, ૧૫૩ અને ૨૦૬ એ ક્રમાકવાળા પત્રોમાં ઉલ્લેખ છે
ગુરુ-આ પ્રમાણેને નિર્દેશ ર૩ર અને ૨૪૮ એ ક્રમાકવાળાં પત્રોમાં છે
આચાયને નામે ઉલ્લેખ-૧૧૭, ૧૨૧, ૧૩૧, ૧૩૩, ૧૫૧, ૧૫૩, ૧૬૪ અને ૧૯૯ એ ક્રમાકવાળા પત્રમા “આચાર્ય'ને નામે ઉલલેખ છે.
૧ જુએ પત્ર ૯૭