________________
૧૮૦
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખંડ
(૧૮૦ અને ૧પર) સાવગધમ્મસમાસ [ શ્રાવકધર્મસમાસ] કિવા (૧૮૦ અને ૧૫૪) સાવયપણુત્તિ [શ્રાવક પ્રજ્ઞાતિ].
અને એની (૧૫૩ અને ૧૫૫) સ્વપજ્ઞ ટીકા નામ-આ જ૦ મહેમા ૨૪૦૩ પદ્યમાં રચાયેલી કૃતિ શ્રાવક-પ્રજ્ઞપ્તિ એ નામથી વિશેષતઃ પ્રસિદ્ધ છે પરંતુ આ કૃતિમાં
સાવગધશ્મ” અને “સમસ” એ બેને સ્પષ્ટ ઉલ્લેખ હોવાથી મેં ઉપર મુજબ એનું નામ ક્યું છે.
વિષય–આ કૃતિમાં શ્રાવકોના વ્રતો અને અતિચારે, પંદર કર્માદાન વગેરેનું સરસ નિરૂપણ છે.
કતૃત્વ–પ્રસ્તુત કૃતિની કેટલી યે હાથથીઓના અંતમા નીચે મુજબ ઉલેખ જોવાય છે –
" श्रीउमास्वातिवाचकृता सावयपन्नत्ती सम्मत्ता"
પરંતુ આ કૃતિના કર્તા ઉમરવાતિને બદલે પ્રસ્તુત હરિભદ્રસૂરિને માનવા માટે સબળ કારણે છે –
(૧) અભયદેવસૂરિએ પંચાસગની ટીકામાં આ કૃતિનું બીજું પદ્ય અવતરણરૂપે આપતી વેળા એના કર્તા તરીકે પૂજ્ય એટલે કે હરિભસૂરિને ઉલ્લેખ કર્યો છે.
(૨) લાવણ્યવિજયે દશ્વસત્તરિ (વ્યસપ્તતિ)ના લે. પ૬ની
૧ આ સટીક કૃતિનું સંપાદન સ્વ કેશવલાલ પ્રેમચ દમોદીએ કર્યું છે. અને આ કૃતિ વિ. સ ૧૯૬૧માં પ્રસિદ્ધ કરાઈ છે. સંપાદકના મતે આ કૃતિ ઉમાસ્વાતિની નહિ પણ હરિભદ્રસૂરિની છે. હારિભદ્રીય ટીકા તેમ જ મૂળના ગુજરાતી ભાષાતર સહિત મૂળ “જ્ઞાનપ્રચારક મ ડળ” તરફથી ઈ.સ. ૧૯૦૬માં છપાયુ છે
૨ ૩રમા અને પરમા પદ્ય પછીનું એકેક પદ્ય ટીકામાનુ છે. એને મૂળ તરીકે ગણતા ૪૦૫ થાય છે
૩ આ એની સ્વોપર ટીકા તથા એ બંનેના જેઠાલાલ શાસ્ત્રીકૃત ગુજરાતી ભાષાંતર સહિત “જે ધ પ્ર સ.” તરફથી વિ સ ૧૯૫૮માં પ્રસિદ્ધ કરાઈ છે.