SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ એવી રીતે ૧૭ પઘોમાં પાર્શ્વજિનસ્તવને પણ રચાયું છે. પ્રત્યેક પદ્યના પ્રથમ ચરણ પૂરતી જ પાદપૂર્તિરૂપે કોઈકે જિનસ્તુતિ રચી છે અનુકરણ–“પરસમય થી શરૂ થતી વદ્ધમાણથુઈમાં સંસારદાવાનલ સ્તુતિના શબ્દો નજરે પડે છે. ટીકા-જ્ઞાનવિમલસૂરિએ સંસાર દાવાનલસ્તુતિ ઉપર સંસ્કૃતમાં ટીકા રચી છે. પાર્ધચન્ટે પણ એક ટીકા રચી છે. વળી એક અજ્ઞાતક ટીકા પણ છે. - ભાષાંતર–આ સ્તુતિના ગુજરાતી તેમ જ હિંદી ભાષાતર, થયેલાં છે." આમ્નાય–પં. હરગેવિંદદાસે એમના નિબંધ (પૃ. ૨૯)માં કહ્યું છે કે હરિભદ્રસૂરિએ અંતસમયે સંસારદાવાસ્તુતિ રચી એવો આમ્નાય છે. કેટલાક કહે છે કે આ સ્તુતિના ચતુર્થ પદ્યનું આદ્ય ચરણ રચાતા હરિભદ્રસૂરિ અવાક બન્યા એથી બાકીના ત્રણ ચરણે સંઘે રચ્યા. આ ત્રણ ચરણ સકળ સંઘ સાથે બોલે છે. પ્રાચીનતા–સંસા૨દાવાનલ સ્તુતિ હરિભદ્રસૂરિની કૃતિ નથી પરંતુ આ તો પ્રઘોષ છે એમ કેટલાકનું કહેવું છે. આથી આ ૧ એજન (પૃ ૬૭૬૯) ૨ આ જૈનતંત્ર સંગ્રહ (ભા ૨, પૃ ૨૦)માં પ્રસિદ્ધ કરાઈ છે. ૩ જુઓ DCGM (Vol. XVII, pt 4, pp. 273-4). ૪ આ ટીકા મૂળ સહિત “દયાવિમલગ્ર ઘમાલા”મા ગ્રંથાક ૮ તરીકે અમદાવાદથી છપાવાઈ છે ૫ જુઓ બે અથવા પાચ પ્રતિક્રમણના સૂના ગુજરાતી અને હિન્દી અનુવાદવાળી આવૃત્તિઓ.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy