SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંs એકત્રીસમા અષ્ટકમાં તીર્થકર –નામકર્મના ઉદયને લઈને તીર્થંકર દેશના દે છે એમ કહ્યું છે. બીજા પદ્યમાં “વરબોધિને ઉલેખ છે. બત્રીસમા અષ્ટકમાં મેક્ષનું સ્વરૂ૫ વર્ણવાયુ છે અને ત્યા “ભેગા ભેગવવાના નથી એટલે સુખ નંથી એ દલીલનું ખંડન કરાયું છે આ ઉપરથી જોઈ શકાશે કે આ અષ્ટકપ્રકરણ જૈન આચારવિચાર ઉપર પ્રબળ પ્રકાશ પાડે છે, અને એ પ્રાથમિક પાયપુસ્તકની ગરજ સારે તેમ છે. સમ્યક્ત્વની ઉત્પત્તિ દર્શાવનારું એ સરસ સાધન છે. આધુનિક યુગમાં કેટલાક સંધાડાઓમાં આ અષ્ટપ્રકરણનું સવિશેષ પઠન-પાઠન કરાતું જોવાય છે. ઉદ્ધરણ–આપણે જોઈ ગયા તેમ મહાભારત, મનુસ્મૃતિ અને શિવધર્મોત્તર એ કૃતિઓમાથી પદ્ય ઉદ્દત કરી આ અષ્ટપ્રકરણમાં તેને સ્થાન અપાયું છે. એવી રીતે ધર્મવાદ” નામના તેરમા અષ્ટકમાં પાચમા પદ્ય તરીકે ન્યાયાવતારને બીજો લેક ગૂંથી લેવાય છે અને એના ચોથા પદ્યમાં આ ન્યાયાવતારના કર્તા તરીકે “મહામતિનો ઉલલેખ છે. જિનેશ્વરસૂરિએ આની વૃત્તિમા આ “મહામતિ” એટલે સિદ્ધસેન દિવાકર એમ કહ્યું છે. જેમ લલિતવિસ્તરા (પત્ર ૨૦આ)મા અને ત સૂ૦ (સંબંધકારિકા ૧૧)ની હારિભદીય ટીકા (પત્ર ૭)માં “વરબોધિને ઉલ્લેખ છે તેમ આ અષ્ટક પ્રકરણ (અ. ૩૧, શ્લે. ૨)માં પણ છે. મહત્ત્વ–આ અષ્ટક પ્રકરણનું મહત્ત્વ ઘણું છે. વીસમા અષ્ટકના લે. ૭-૮ સૂયગડ (૧, ૩, ૪)ની ટીકામાં શીલાંકસૂરિએ, દસમા અષ્ટકના લે. ૧-૭ અજ ૫, અને એની સ્વપજ્ઞ વ્યાખ્યા ઉપરના પિતાના ટિપ્પણુક (ખંડ ૨, પૃ. ૨૩૭)માં મુનિચન્દ્રસૂરિએ અને અ. ૧૨, શ્લે. ૪ અન્યયોગવ્યવદદ્વત્રિશિકા (લે. ૧૦)ની ટીકા નામે સ્યાદ્વાદમંજરીમાં મલ્લિશે ઉદ્દત કર્યા છે. આમ આ કૃતિ મોડામાં મેડી નવમા સૈકાથી તે આદરપાત્ર બની જ છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy