SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને કવન છવ્વીસમા અષ્ટકમાં બોધિસત્વનું અપરિમિત દાન મહાદાન કહેવાય કે તીર્થકરનું ?” એ વિષય ચર્ચાય છે. સત્તાવીસમા અષ્ટકમા “દાન એ ધર્મનું અંગ છે અને અપવાદરૂપે સાધુઓ પણ દાન દઈ શકે એના ઉદાહરણરૂપે મહાવીરસ્વામીએ દેવદુષ્યનું બ્રાહ્મણને દાન કર્યું હતું એ બાબત દર્શાવાઈ છે. અઠ્ઠાવીસમા અષ્ટકમાં “રાજ્ય એ પાપનુ કારણ છે વાસ્તે એનું દાન ન દેવું” એ વાતને પ્રતિષેધ કરાયો છે. તેમ કરતી વેળા લગ્ન અને શિલ્પનુ નિરૂપણ એ “તીર્થકર '—નામકર્મને વિપાક છે એમ કહ્યું છે. ઓગણત્રીસમા અષ્ટકમાં પ્રથમ પદ્યમાં મહાત્માઓને ૧“વાસીચંદન ”ની ઉપમા અપાઈ છે. એમના શરીરને કોઈ વાલા વડે છે કે કોઈ એ શરીર ઉપર ચંદનને લેપ કરે તે પણ એઓ સમદર્શિતા સાચવી રાખે. ત્રીસમાં અષ્ટકમાં કેવલજ્ઞાનનું સ્વરૂપ, એ મેળવવાના ઉપાય અને આત્મામાં જ કેવલજ્ઞાન છે, નહિ કે બહાર એ બાબતો વિચારાઈ છે ૧ આ વિશેષણ માટે જુઓ મારો લેખ “વાસીચ કમ્પ”. આ લેખ “જૈન” (પર્યુષણા; વ ૪૬, અ ૩૫)માં વિ સ. ૨૦૦૩મા (તા ૧૧-૯–૪૭)માં છપાવે છે. “વાસીચ દણકમ્પ”ને ભાવાર્થ મહાભારત (આદિપર્વ અ ૧૧૦, બ્લે ૧૪ તેમ જ શાન્તિપર્વ અ ૯, શ્લે ર૫)નું સ્મરણ કરાવે છે. આ બંને સ્થળે તેમ જ અહિબુદન્યસંહિતા (૧૫, ૬૫)માં પણ નિમ્નલિખિત પ્લેકાઈ જોવાય છે – “વા તક્ષ વદુ દ્રૈ મુક્ષત ” ડો. એસ કે બેલ્વલકરે શાન્તિપર્વના સપાદન (પૃ. ૬૪૦)માં મિલિન્દપહ (૯, ૨૫; Treckner, P 383)માથી નીચે મુજબનુ ટિપ્પણ રજ કર્યું છે એમ ડો એ ડી પુલકર તરફથી જાણવા મળ્યું છે – " एक चे वाह वासिया तच्छेय्य कुपितमनसा । एक चे वाहं गन्धेन आलिम्पेय्य पमोदिता। अमुस्सि पटिघो नत्थि रागो अस्मि न विज्जति । पढनी समचित्ता ते तादिसा समणा मम ॥"
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy