SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ અષ્ટકોના સમૂહરૂપ છે. છેલ્લા અછક સિવાયના બાકીના બધા અષ્ટકોમાં આઠ આઠ પદ્યો છે; છેલ્લામાં દસ છે. આમ આ કૃતિમાં એકંદર ૨૫૮ પદ્યો છે. આ કૃતિને “અષ્ટક” પણ કહે છે. એનું પરિમાણુ ૨૬૬ શ્લોકનું દર્શાવાયું છે. જેમ આ કૃતિનું નામ પદ્યની સંખ્યાને આભારી છે તેમ પંચાસગ, વીસવીસિયા, સયગ અને ડિશને અંગે પણ કહી શકાય તેમ છે. નામ-૩રમ અષ્ટકના અંતિમ પદ્યમા કર્તાએ આ કૃતિને “અષ્ટક નામનું પ્રકરણ” કહેલ છે. જિનેશ્વરસૂરિએ આ પ્રકરણ (શ્લો. ૨)ની ટીકાના પ્રારંભમાં આ કૃતિને “અષ્ટક’ તરીકે ઉલ્લેખ કર્યો છે. વિ. સ. ૧૯૬૮માં અમદાવાદથી પ્રકાશિત કર્યું છે “જૈ. ઇ. પ્ર. સ.” તરફથી વિ. સં. ૧૯૬૮માં કેવળ મૂળ છપાવાયું છે. “આ. સ ” દ્વારા ઇ. સ ૧૯૧૮માં યશોવિજયગણિકૃત જ્ઞાનસારની સાથે આ અષ્ટકપ્રકરણ પ્રસિદ્ધ કરાયું છે ? મકનજી ઠાએ જે ન્યાયાવતાર ગુજરાતી અનુવાદ સહિત બહાર પાડ્યો છે તેમાં “વાદાષ્ટક” નામનુ બારમુ અષ્ટક ગુજરાતી અનુવાદ સહિત છપાવાયુ છે. આ વાદાષ્ટક' મારા ગુજરાતી ભાષાતર સહિત “ચ. જે. ગ્ર.” તરથી ઈ સ ૧૯૪રમાં અëતદનદીપિકા સહિત છપાયેલ જેનતત્વદીપના પૃ. ૧૯૦–૧૯૧માં પ્રસિદ્ધ કરાયુ છે. “શ્રી મહાવીર જૈન વિદ્યાલય” (મુંબઈ) તરફથી ઇ. સ. ૧૯૪૧મા મૂળનો એકેક શ્લોક અને એની સાથે સાથે શ્રી. ખુશાલદાસ જગજીવને કરેલે ગુજરાતી અનુવાદ, મૂળ શ્લોકોની અકારાદિ ક્રમે સૂચી તેમ જ ગુજરાતી પ્રસ્તાવના સાથે પ્રસિદ્ધ કરાયેલ છે કે. એ સંસ્થા તરફથી ઇ. સ૧૯૩૦માં “શ્રીસરકાવીનેકરસમય ” નામથી જે આઠ કૃતિઓ છપાવાઈ છે તેમાં આ ચોથી છે. -બાકીની કૃતિ તે તત્વાર્થાધિગમસૂત્ર, તત્ત્વાર્થપરિશિષ્ટ, ન્યાયાવતાર, જ્ઞાનસાર, દર્શનસમુચય (રાજશેખરીચ), વદર્શનસમુચ્ચય (હારિભદ્રીય) અને પ્રમાણુનયતત્ત્વાકાલંકાર છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy