SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને કવન ઉહ અષ્ટકેનાં નામ અને વિષય - અષ્ટક પ્રકરણની કઈ કઈ હાથથીમાં બત્રીસે અષ્ટકોના નામ અપાયા નથી પરંતુ પહેલાં સોળ અષ્ટનાં જ નામ મળે છે. આ પ્રકરણની જિનેશ્વરસૂરિકૃત ટીકામાં તે બત્રીસેના નામ જોવાય છે એટલું જ નહિ પણ ઉત્તરોત્તર ક્રમની સકારણતા પણ જાણવા મળે છે. એના આધારે દરેક અષ્ટકના અંતમાં જે “અષ્ટક” શબ્દ છે તે ૨૮મા અષ્ટકના નામમાં રાખી અને અન્યને બાજુએ રાખતા એ નામ નીચે પ્રમાણે અપાય – (૧) મહાદેવ, (૨) સ્નાન, (૩) પૂજા, (૪) અગ્નિકારિકા, (૫) ભિક્ષા, (૬) સર્વસ પકરિ-ભિક્ષા, (૭) પ્રચ્છન્નભોજન, (૮) પ્રત્યાખ્યાન, (૯) જ્ઞાન, (૧૦) વૈરાગ્ય, (૧૧) તપસ, (૧૨) વાદ, (૧૩) ધર્મવાદ, (૧૪) એકાતનિત્યપક્ષખંડન, (૧૫) એકાનિતનિત્યપક્ષખંડન, (૧૬) નિત્યનિત્યપક્ષમડન, (૧૭) માસભક્ષણદૂષણ, (૧૮) માસભક્ષકમતદૂષણ, (૧૯) મદ્યપાનદૂષણ, (૨૦) મૈથુનદૂષણ, (૨૧) સૂફમબુદ્ધયાશ્રયણ, (રર) ભાવશુદ્ધિવિચાર, (૨૩) શાસનમાલિ નિષેધ, (૨૪) પુણ્યાનુબંધિપુણ્ય, (૨૫) પુણ્યાનુબંધિપુણ્યપ્રધાનફલ, (૨૬) તીર્થકૃદાનમહત્વસિદ્ધિ, (૨૭) તીર્થદાનનિષ્ફળતાપરિહાર, (૨૮) સાહિsપિ તીર્થ નામાવતિપનાટમ્, (૨૯) સામાયિકસ્વરૂપનિરૂપણ, (૩૦) કેવલજ્ઞાન, (૩૧) તીર્થદેશના અને (૩૨) એક્ષસ્વરૂપનિરૂપણ. મૂળની એક હાથપોથીમા દેવ, દીક્ષા, પિંડ, યમ, આત્મનિત્યવાદ અને ક્ષણિકવાદ એ પ્રમાણે અષ્ટક ૧, ૪, ૬, ૧૩, ૧૪ અને ૧૫ના નામ જોવાય છે. ૧ જુઓ DCGCM (Vol. XVIII, pt 1, p 198) ૨ રાજ્યાદિનુ દાન દેવા છતા તીર્થ કરને દોષ લાગતો નથી એ બાબત. 3 aoil DCGCM (Vol. XVIII, pt I, P 198).'
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy