SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ १९८ ફાઇમામ્ ! कथं तत्तां प्राप्नुयात् ? । अयायमार चयति तदन्तरम् , तर्हि समुपस्थितमनवस्थादौस्थ्यम् । अथाभिन्ना भावात् पर्यायशक्तिः, तर्हि तत्करणे स एव कृत इति कथं. न क्षगिकत्वम् ? । भिन्नाभिन्नपर्यायशक्तिपक्षोऽप्यंशे क्षणिकत्वमर्पयन्नं कुशलीति ।। $૬ વળી, એકદન્ત ક્ષણિકના વિપક્ષરૂપ ક્ષણિકાક્ષણિકમાં ક્રમ અને અક્રમ રૂપ વ્યાપકને અનુપલંભ અસિદ્ધ હોવાથી તે ક્ષણિકાક્ષણિકમાંથી કમાક્રમની વ્યાખ્યરૂપે અથક્રિયાની વ્યાવૃત્તિ (અભાવ)ને નિર્ણય નહિ થાય. આથી “સર્વ હેતુ સંદિગ્ધાવૈકનિક પણ છે. * કોઈ પણ એક કાર્ય કરીને બીજું કાર્ય કરવું તેનું નામ કેમ છે, અને તે કમ ઘડામાં પણ છે તે આ રીતે-ઘડે કથંચિત્ એકરૂપ છે, છતાં કૅમે આવી મળતા સહકારીઓના કારણે ઘટચેટિકા પાણી વહન કરનારી દાસી)ઓના મસ્તકમાં તે ફરતો રહે છે ત્યારે ક્રમશઃ તેમને કષ્ટ ઉપજાવે છે, તે સુપ્રતીત અહિ પોતાને અત્યન્ત તાર્કિક માનનાર પણ તમે આટલું કહી શકશે કેપદાર્થને વિના વિલ બે કાર્ય કરવાને સમર્થ સ્વભાવ છે, તેથી તેણે હમણાં એક કાર્ય કર્યું–હવે જે તે સ્વભાવ પહેલાં પણ હતો તો તે ટાણે–તે કાલના કાર્યની જેમ અત્યારના કાર્યને કરે છે તેમાં તેને કોણ રોકી શકે તેમ છે ? કારણ કે-“કારણે નજીકમાં ન હોય તે કાર્યો જ ઉત્પન્ન થવામાં વિલંબડું કરે છે, પરંતુ સમર્થ કારણ ઉપસ્થિત હોય તે કાર્યને વિલંબ શાથી થાય ? અર્થાત થાય જ નહિં” પણ તમારું આ કથન નિર્દોષ નથી. કારણ કે પદાર્થ વિના વિલંબે કાર્ય કરે છે, એમ અમે માનતા નથી. કારણ કે અમે દ્રવ્યરૂપ શિક્તિ-ઉપાદાને કાર ની અપેક્ષાએ તે પદાર્થને સમર્થ કહીએ છીએ પણ પર્યાયશક્તિની અપેક્ષાએ અસમર્થ કહીએ છીએ. કારણ કે જે બીજ દ્રવ્ય કેઠીના તળિયે પડયું હોય છે, તે જ પૃથ્વી, પાણી, પવન અને તડકાથી મેળવેલ અતિશય વિશેષરૂપ પર્યાય શકિતથી સંમન્વિત બની અંકુરને ઉત્પન્ન કરે છે. " : ' ' - ' . * બૌદ્ધ બીજ જ્યારે કેઠીના તળિયે પડયું હતું ત્યારે તે આ તમે જણાવેલ અંકુરજનક અતિશયરૂપ પર્યાયશકિત બીજમાં હતી નહિ, પણ જ્યારે ખેતરની જમીનમાં તે બીજને વાવવામાં આવ્યું ત્યારે જે તે શકિત તેમાં ઉત્પન્ન થાય છે. તે હવે પ્રથને છે કે તે શક્તિ બીજદ્રવ્યથી ભિન્ન છે અભિને છે કે ભિન્ન ભિન્ન ? બીજદ્રવ્યથી શકિત ભિન્ન છે, એક કહો તે-કાંણી આંખની અંજનરેખા જેવી આ પર્યશકિત શું કામની ?, બીજદ્રવ્યથી સર્વથા પૃથમૂત છતાં સમીપમાં રહેનાર અને જ્ઞાનનો વિષય બનનાર સહકારિઓ જ રહે, અર્થાત્ બીજ અને સહકારીઓ મળીને અંકુર ઉપન કરશે. શકિત માનવાની જરૂર નથી શંકા– પણ જે સહકારી બીજના અતિશયવિશેષનું પિષણ-ઉપસિ ન કરે તે તે સહકારી કઈ રીતે કહેવાય ? ૧ વન- ૨
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy