SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શ્રી નેમનાથ ચરિત્રહવે એક દિવસે તે કનકવતી પોતાના ઘરે સુખે બેઠેલી છે, એવામા એક સમાત આવેલ, અત્યંત પ્રેમ ઉપજાવનાર, અશોકવૃક્ષના પલવ સમાન રક્ત ચંચુ, ચરણ અને લેાચનયુક્ત, કપૂર સમાન ધવલણથી સુશોભિત, સાર સાર શુકલ પરમાણુઓને લઈને, વિધાતાએ જાણે બનાવેલ હોય એવા એક રાજહંસને તે કન્યાએ ત્યા દીઠો. જેના ક8સુવર્ણની ઘુઘરીઓ ખાધેલ છે, જેને સ્વર મીઠે છે અને ગમન કરતા જાણે આમતેમ નાચતા હોય એવા તે હસને જોઈને તે મનમાં વિચારવા લાગી—“આ કોઈ અતુલ પુણ્યવંતનુ વિનેદ સ્થાન હશે કારણ કે સ્વામીના હાથમા ગયા શિવાય પક્ષીઓને ભૂષણ કયાંથી હોય? એ ભલે ગમે તેને હાય, પણ મને તે વિનાદ કરવાને બસ થશે. વળી એને જોતા મારું મન અત્યંત ઉત્કંઠિત થાય છે.” પછી તે હસગામિની કન્યાએ ગવાક્ષમા બેઠેલ તે હંસને પોતે પકડી લીધો, અને સુખ સ્પશી પિતાના કમળ જેવા કેમળ હાથવતી તે ક્રિીડા કમલ સમાન તેને હળવે હળવે રમાડવા લાગી, તથા શિરીષપુષ્પ સમાન સુકુમાળ પિતાના હાથવતી બાલકના કેશપાશ તુલ્ય તે રાજહંસના પીંછાઓને તે સાફ કરવા લાગી. પછી તેણે સખીને કહ્યું કે- સુવર્ણનુ પાજરું લાવ કે જેથી આ પક્ષીને તેમા પુરૂ, કારણકે પક્ષીઓ એક ઠેકાણે સ્થિર રહી શકતા નથી.” હવે તે સખી કનકપરને લાવવાને માટે જેટલામાં ઉઠી, તેવામા રાજહંસ મનુષ્યભાષામાં બોલ્યા-”હે રાજપુત્રી !તુ વિવેકવાળી છે, માટે મને પાજરામા નાખીશ નહિ મારે કંઈક તને પ્રિય કહેવું છે. મને છુટા કર.” એમ મનુષ્ય વાચાથી બોલતા તે રાજહ સને જોઈને વિસ્મય પામતી રાજકુમારી, આવેલ પરેગાની જેમ તેને ગૌરવથી આ પ્રમાણે કહેવા લાગી—“હે હંસ! તુ તે ખરેપર પ્રસાદને લાયક છે, માટે પ્રિય કહે, કારણકે અધુરી વાત સાકર કરતા પણ વધારે મીઠી હોય છે 'હસ બોલે કે વૈતાઢ્ય પર્વતપર કેશલા નામે નગરીમા કેશલ નામે વિદ્યાધર રાજાની દેવી સમાન કેશલા નામની પુત્રી છે. તેને યુવાન પતિ રૂપને એક જ વાર છે. તેને જોતા બધા રૂપવંત પુરૂની રેખા ભાગી જાય છે તે યુવક રૂપસંપદાથી જેમ પુરૂમા મુગટ સમાન છે, તેમ છે સુંદર! તું સ્ત્રીઓમા મુગટ સમાન છે. તઓ બનેનુ રૂપ આદર્શ મા છે, અન્ય સ્થાને નથી. માટે તમે બનેનુ રૂપ જોઈને તમારા સગમની અભિલાષાથી તારૂ સ્વરૂપ તે કુમારને કહીને તેનું સ્વરૂપ મેં તારી આગળ હી બતાવ્યું. મેં તેની આગળ તારું એવું વર્ણન કર્યું છે કે તારો વયવર સાંભળીને સ્વયંવરના દિવસે તે જરૂર અહીં આવશે નક્ષત્રોમાં ચદ્રની. જેમ સ્વયવર મડ૫માં ઘણુ રાજાઓ, રાજકુમારેલી અદર અતિશય તેજથી તું તેને ઓળખી લેજે, માટે મને મૂકી દે, તારૂ કલ્યાણ થાઓ ” આ પ્રમાણે સાભભળીને કનકવતી વિચારવા લાગી કે-કેતુકને માટે હસના રૂપને ધારણ કરનાર
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy