SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ રે तृतीय परिच्छेद, – ©Lપ્રકરણ ૭ મું. કનકવતીની સાથે વસુદેવને વિવાહ છે કે તે આજ ભરતક્ષેત્રનેવિશે વિદ્યાધનાનગર સમાન પેઢાલપુર નામે છે કે નગર છે. ત્યા હરિશ્ચંદ્ર નામે રાજા, મહાદ્ધિથી ઇદ્ર સમાન લે હિતમાં છે. કૃષ્ણને જેમ લક્ષમી, તેમ તેને લક્ષ્મીવતી નામે પટરાણી છે. તે શીલ, લજજા, પ્રેમ, દાક્ષિણ્ય, વિનય વિગેરે ગુણેથી પતિના જ મન રૂપ કુમુદને આનદ પમાડવામા ચંદ્રિકા સમાન છે. વળી તે સર્વ કળાઓથી પલવિત, લજજા, વિવેકાદિ ગુણોથી પુપિત (પુષ્પયુક્ત), અને પતિભક્તિથી ફલિત જંગમ લતા સમાન શાલે છે. ત્યાર પછી તે રાણીએ કેટલાક કાળે પુત્રીને જન્મ આપે. સર્વ લક્ષણેએ પૂર્ણ એવી તેના જન્મતાંજ ઘરે જાણે સાક્ષાત લકમી આવી હોય, તેમ તેના માબાપ બહ હર્ષ પામ્યા. તેના પૂર્વ જન્મના પતિ કમરે મેહથી તે વખતે કનકની વૃષ્ટિ કરી. તે સુવર્ણ વૃષ્ટિથી અત્યંત હર્ષિત થયેલ રાજાએ તેનું કનકવતી એવું નામ રાખ્યું. ધાત્રીઓના એક ખેળામાથી બીજા ખેળામાં જતાં રાજહંસીની જેમ તે પગે ચાલતા શીખી, અને હળવે હળવે બાળબુદ્ધિને તજતાં તે કળાએ શીખવા ગ્ય થઈ, એટલે રાજાએ શુભ દિવસે તેને કળાચાર્યની પાસે મોકલી, ત્યા ક્રમે ક્રમે અઢાર લિપિ, નામમાલા, વ્યાકરણ, ન્યાય, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, અને કાવ્યાદિક શી બીને તે પારગત થઈ, વચનની ચતુરાઈના વખતે માનુષી વે તે સાક્ષાત સરસ્વતી જેવી લાગતી હતી. ગીત, વાજિંત્ર વિગેરેમાં તે એક આચાર્ય સમાન ભાસતી હતી. વધારે શુ કહીએ ? એવી કેઈપણ કળા ન હતી કે જે તેને આવડતી ન હોય. લાવણ્યરૂપ જળની નદી સમાન તે અનુક્રમે કળા સમૂહને સફલ કરનાર એવા થવનને પામી. તેને વનવતી જોઇને તેના માબાપ, તેના ગુણ, રૂપ અને વયમા સમાન એવા વરની તપાસ કરવામા તયાર થયા, પણ તેને ચગ્ય વર નજરમાં ન આવતા તેમણે સ્વયંવર મંડપની રચના કરી.
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy