SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ વસુદેવકુમારનું વૃત્તાંત આ કોઈ સામાન્ય પુરૂષ લાગતો નથી.” એમ ધારીને તેણે પોતાના હાથમાંથી તેને છોડી મૂકો. એટલે તરત આકાશમાં ઉડતાં તેણે કનકવતીના ખેાળામાં એક ચિત્રપટ નાખ્યા અને કહ્યું કે-“હે ભદ્રે ! તે યુવાનને જે મેં જે, તે અહીં આળેખે છે. આ ચિત્રને જોઈ, અહીં આવેલ તેને તું ઓળખી લેજે.” આથી કનકવતી હર્ષ પામી, અંજલી જેડીને કહેવા લાગી કે – હે ભદ્ર! તુ કેણ છે ? તારું સ્વરૂપ કહેવાની મારી ઉપર મહેરબાની કર.” એટલે હંસરૂપે આવેલ વિદ્યાધર દિવ્ય રૂપે પ્રગટ થઈને બેલ્યો–“હું ચંદ્રાત૫ નામે વિદ્યાધર છું. હે ચંદ્રાનને ! તારા ભાવી પતિની સેવા કરવામાં હું તત્પર છું. વળી બીજુ વિદ્યાના પ્રભાવથી તને કહું છું કે– તારા સ્વયંવરના દિવસે તે બીજાનો દ્વત થઈને આવશે.” એમ કહેનાર તે વિદ્યાધરને આશિષ આપીને કનકવતીએ વિદાય કર્યો, અને પોતે વિચાર કર્યો કે--મારા ભાગ્યને દેવતાનું વચન સત્ય થવાનું!” પછી તે પટમાં આલેખેલ પતિના દર્શનથી અતૃપ્ત અને વિરહના તાપથી પીડિત એવી તે કનકવતી પટને વારંવાર ક્ષણે કંઠમાં, ક્ષણે શિરપર અને ક્ષણવાર હદયપર ધારણ કરવા લાગી. હવે તે બંનેના સંગમને કૌતુકી ચંદ્રતાપવિદ્યાધર તરત કેશલા નગરીમાં ગયે, અને વિદ્યાશક્તિથી પવનની જેમ ક્યાં પણ ખલના ન પામતાં રાત્રે તે વસુદેવના વાસભવનમાં પેઠો, ત્યાં સ્ત્રી સહિત વસુદેવને તેણે સુતેલો છે. એટલે ચરણસેવાથી તેને સાવધાન કર્યો અને કુમાર પણ ક્ષણવારમાં જાગી ઉઠ, કારણ કે ઉત્તમ પુરૂષોને અલ્પ નિદ્રા હોય છે. રાત્રે અકસ્માત આવેલ તે પુરૂષને જોતાં કુમાર ભય કે ક્રોધ ન પામ્યું, પણ વિચારવા લાગ્યું કે- “ આ પુરૂષ મારી ઉપાસના કરવાથી વિરૂદ્ધ તે નહિ, પણ શરણુથી હા જોઈએ, અથવા કેઈ મારા કાર્યની ચિંતા કરનાર હશે હવે જે એને બોલાવે, તો પ્રિચાની નિદ્રાને ભંગ થશે અને સેવા કરનાર આ પુરૂષની ઉપેક્ષા કરવી એગ્ય નથી. માટે સાવચેતીથી ઉઠી, પ્રિયાને જગાડ્યા શિવાય પલંગથી નીચે ઉતરીને એને બોલાવું.” એમ ધારી હળવે હળવે પલંગનો ત્યાગ કરીને વસુદેવ અન્ય સ્થળે બેઠે એટલે ચંદ્રાલય પણ તેને સેવકની રીતે નપે. એવામાં ‘જેણે કનકવતીને ઓળખાવી તે આ ચંદ્રાતષ વિદ્યાધર છે એમ કુમારે તેને બરાબર ઓળખી લીધે. પછી સ્વાગત પૂર્વક વસુદેવે તેને આવવાનું કારણ પૂછયું. એટલે ચંદ્રાત૫ ચંદ્ર જેવી શીતલ વાણીથી કહેવા લાગ્યા--હે વંસદેવ કુમાર! તેવી રૂપવતી કનકવતીની તને ઓળખાણ આપીને તેને પણ તારી ઓળખાણ આપી છે. વળી વિદ્યાના બળથી મેં તને પટપર આલેખે, અને કનકવતીના સુખકમળને વિકસિત કરવામાં સૂર્ય સમાન એ તે પટ મેં તેને સોહે સ્વામિન પટમાં રહેલ તને જોઈને હર્ષથી તેના વેચન ચંદ્રકાતની જેમ પાણી ઝરવા લાગ્યા. તારા રૂપથી વિરાજિત પટને પિતાના વિરહસતાયને ભાગ આપવા ઈચ્છતી હોય તેમ તેણે ને પટને પિતાના હૃદય પર ધારણ કર્યો,
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy