SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ વાસુદેવ કુમારનું વૃતાંત. થાયોએ હરિ વંશની ઉત્પત્તિ અને લઈ આવેલ કહ૫વૃક્ષથી માંડીને બધી કથા કહી સંભળાવી. તે વખતે ત્યાં છુરીપર નૃત્ય કરતી કામયતાકાએ ચારૂચંદ્ર કમા રહ્યું અને કેશિક મુનિનું મન હરણ કરી લીધું. પછી યજ્ઞ સમાપ્ત થતાં ચારચંદ્ર કુમારે તેને પોતાના સ્વાધીને કરી, અને શિક રાજાની પાસે તેની માગણી કરી. ત્યારે રાજાએ કહ્યુ-એને કુમારે સ્વીકારી છે, અને એ શ્રાવિકા છે. માટે એક પતિને સ્વીકાર કર્યા પછી તે બીજે પતિ કવાની નથી.” એમ રાજાએ નિષેધ કરતા કોષ લાવીને કેશિક શાપ દીધા કે—ચારચંદ્ર! જે તું આ રમણીની સાથે રમીશ, તે તે જ વખતે જરૂર મરી જઈશ પછી ચારચંદ્રને રાજ્ય આપીને રાજા તાપસ થઈને વનમાં રહ્યો. ગુમ ગર્ભવાળી રાણું તેની સાથે વનમાં ગઈ. અવસરે પતિની શંકા દૂર કરવાને તેણે ગર્ભની વાત પ્રગટ કરી. પછી સમય થતાં તેણે પુત્રીને જન્મ આપે. તેનું રષિદતા એવું નામ રાખ્યું. પછી વખત જતાં ચારણશ્રમણની પાસે તે શ્રાવિકા થઈ, અને દૈવન પામી, તેની માતા અને સ્થાન માતા મરણ પામી. એક દિવસે શિલાયુધ રાજા શિકાર કરવાને ત્યાં આવ્યા અને તેનું રૂપ જેવાથી તે કામવશ થયે. પછી તેનું આતિથ્ય વીકારીને તેને એકાંતમાં લઈ જઈને રાજા તેની સાથે ક્રીડા કરવા લાગ્યા. તે વખતે બ્રાષિદના બેલી કે – હુતુનાતા (ગાતુ પછી સ્નાન કરી શુદ્ધ થયેલ) છું તેથી જે ગર્ભ રહી જાય, તો કુલીન કન્યા એવી મારી શી ગતિ થાય?” રાજાએ કહ્યું–“હુઈવાકુ કુળને શ્રાવસ્તિ નગરીના શતાયુવરાજાને પુત્ર શિલાયુધનામે રાજા છું. જે તને થાય, તે તે મારી પાસે લઈ આવજે. હું તેને જ રાજા બનાવીશ.” એમ કહે છે, તેવામાં તેનું લશકર આવી પહોચ્યું. પછી તેની રજા લઈને રાજા પિતાની નગરીમાં આવ્યું. હવે ઋષિદત્તાએ તેઅધી વાત પોતાના પિતા ત્રાષિને કહી સંભળાવી અને સમય થતાં તેણે પુત્રને જન્મ આપે, તે પ્રસૂતિના રોગથી રષિદના મરણ પામીને ક્વલનપભ નાગકુમારની તે પટરાણી થઈ. તેને પિતા અમાઘરેતસ તે બાળકને હાથમાં લઈને એક સામાન્ય માણસની જેમ શોકથી બહુ રડવા લાગ્યા. તે વખતે દેવીપણને પ્રાપ્ત થયેલ જવલનપ્રભની ભાર્યા હું મેહથકી ત્યા આવી, મૃગલી થઈને તે બાળકને ઉછેરવા લાગી. અને તેને લીધે એ એણુપુત્ર એવા નામથી પ્રખ્યાત થયે. હવે કેશિક મરણ પામીને મારા પિતાના આશ્રમમાં દષ્ટિ વિષ સર્ષ થયે તે એક વખતે મારા પિતાને ડો, એટલે તેનું વિષ મેં હરી લીધું. પછી પ્રતિબોધ પામેલ તે સર્ષ મરણ પામીને બલ નામે દેવ થયા. એક વખતે રષિદરાનું રૂપ બનાવી, શ્રાવતિમાં આવીને તે બાળક મેં રાજાને સસ્પે. પરંતુ તેણે યાદ ન રહેવાથી તેણે બાલકને લીધે નહિ. એટલે તે બાલકને તે રાજાની પાસે મૂકી અને આકાશમા રહીને હું કહેવા લાગી કે –“હે રાજન !
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy