SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ વસુદેવ કુમારનું વૃત્તાંત વતીએ વસુદેવને કહ્યું–“હે કુમાર! મેઘપ્રભ વનથી વ્યાસ આ હમાન પર્વત છે. ચારણ મુનિઓના આશ્રયરૂપ આ પર્વતમાં જવલનને પુત્ર અંગારક, વિદ્યાભ્રષ્ટ થવાથી કરીને અહીં તે વિદ્યાઓને સાધે છે. તેને વિદ્યાઓ લાબા કાળે સિદ્ધ થશે, પરંતુ તાણ દર્શનથી તે તરત સિદ્ધ થશે. માટે તેના પર ઉપકાર કરવાને તારે ત્યા જવાની જરૂર છે.” વસુદેવ બે –એને જેવાથી સર્ષ” એટલે હિરણયવતી વૈતાઢયપર શિવમંદિર નગરમા તેને લઈ ગઈ. પછી સિંહદંષ્ટ્ર રાજાએ પોતાના ઘરે તેડી જઈને તેને નીલયશા પોતાની કન્યા પરણાવી. એવામાં તુમુલ શબ્દ સાંભળતાં વસુદેવે તેનું કારણ પૂછયું. એટલે દ્વારપાલ બે –“અહીં શકટટ્યુબ નામે નગર છે. ત્યાં નીલવાનું નામ રાજા અને તેની નીલવતી નામે રાણી છે. તેમને નીલાંજનાં કન્યા અને નીલ નામે પુત્ર છે. જાતા અને ભગિની વચ્ચે પ્રથમ એવા સંકેત થયા કે- આપણુ પુત્ર પુત્રીનું પરસ્પર પાણગ્રહણ કરવું. નીલાંજનાની પુત્રી આ તારી પ્રિયા નીલશા થઈ, અને નીલકુમારને નીલકંઠ નામે પુત્ર થયે એટલે નીલે પિતાના સંકેત પ્રમાણે પુત્રને માટે તેની માગણી કરી, પરંતુ એ કન્યાના પિતાએ બુહસ્પતિ નામના મુનિને પૂછતા મુનિએ કહ્યું હતું કે–અધ ભારતને સ્વામી વિષ્ણુનો પિતા, યદુકુળમાં ઉત્પન્ન થયેલ અને મન્મથ સમાન રૂપવાન એ વસુદેવ એનો વર થશે. તેથી વિદ્યાના બળે રાજાએ તને અહીં અણજો અને તું એ કન્યાને પણ તેને માટે નીલ આવેલો છે અને તે હારી ગયે તેથી આ તુમુલ શwદ થાય છે.” એમ સાભળી તેની સાથે ક્રીડા કરતા કુમાર હર્ષ પામ્યા. એક દિવસે શરદતમા વિદ્યા અને ઔષધિઓને માટે હીમાન પર્વત તરફ જતાં વિદ્યાધરને કુમારે જોયા. એટલે તેણે નીલયશાને કહ્યું કે–વિદ્યાદાનમાં હું તારે શિષ્ય છું ! આથી તેણે તેને લઈને હીમાન પર્વત પર આવી. ત્યાં કુમારને કીડાભિલાષિ જાણીને કદલીગૃહ વિમુવીને તે કુમારને રમાડવા લાગી. એવામાં તેણીએ એક મયૂરને જે અને તે તેને વર્ણવવા લાગી–અહા!મયૂર પૂર્ણ કલાપ (પીળી) વાળ લાગે છે. પછી તે વિસ્મય પામીને પોતે જ તેને લાવવાને માટે દેડી, અને તે મયૂર પાસે ગઈ એટલે તે બનાવટી મયૂર તેને પોતાના ખભા ઉપર બેસારીને ગરૂડની જેમ આકાશમાગે ઉપાડી ચાલ્ય, આથી વસુદેવ પણ તેની પાછળ દોડતાં એક વ્રજી (ગાયે પૂરવાનું સ્થાન) માં આવી ચડે. ત્યા ગોપીઓએ તેને સત્કાર કર્યો. પછી રાતભર ત્યાં રહીને પ્રભાતે તે દક્ષિણ દિશા તરફ ચાલ્ય, અને ગિરિતટ ગામે આવ્યું. ત્યાં પ્રઢ વેદધ્વનિ સાંભળતા કેઈ બ્રાહ્મણને તેના પાઠનું તેણે કારણ પૂછયું. એટલે તે બ્રાહ્મણ બે -“હે કુમારી પૂર્વે રાવણના વખતમાં દિવાકર નામના વિદ્યારે પોતાની પુત્રી નારદષિને આપી. તેના વંશમાં સુરદેવ નામે બ્રાહ્મણ ગામને સુખી છે. તેની ક્ષત્રિયા નામે પત્નિાથી વેદને
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy