SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ ચરિત્રવસ સેના વેચાને જોઈ, હે વસુદેવ! આ ગધર્વસેના કન્યાની ઉક્ષત્તિ મેં તને કહી બતાવી. માટે એને વણિપુત્રી સમજીને કદીપણ તુ તેની અવજ્ઞા કરીશ નહિ.” એ પ્રમાણે ચારૂદત્તના મુખથી વૃત્તાત સાંભળીને વસુદેવ તે ગ ધર્વ સેના સાથે અધિક રમવા લાગ્યા. એક દિવસે ચૈત્ર મહિને આવતા તેની સાથે રથમાં બેસીને ઉદ્યાન તરફ જતા માત ગના વેષવાળી અને માતગ લેકેથી ઘેરાયેલી એવી એક કન્યાને તેણે જોઈ તે બનેને પરસ્પર વિકારસહિત જોઈને ગધર્વસેના રકત નેત્ર કરી સારથિને કહેવા લાગી—“હે સાથિા રથને જલદી ચલાવ.”તેણે રથને ઉતાવળથી ચલાળે, એટલે તરત ઉપવનમા જઈ, તેની સાથે ક્રીડા કરીને પાછે વસુદેવ ચ પાપુરીમા આવ્યું. એવામાં તે માતગ સમૂહમાથી એક વૃદ્ધ માતગી આવી, આશીષ દઈ, બેસીને આ પ્રમાણે વસુદેવને કહેવા લાગી પૂર્વે શ્રીહવે રાજ્ય, વિભાગ કરીને પિતાના પુત્રોને આપ્યું. તે વખતે દેવગે ત્યા નમિ અને વિનમિ ન હતા. એટલે તે બને રાજ્યને માટે સયમી પ્રભુની સેવા કરવા લાગ્યા. તેમની સેવાથી સંતુષ્ટ થયેલ ધરણે કે વૈત ઢથ પર્વતપરની બે શ્રેણિનું જુદુ જુદુ રાજ્ય તેમને આપ્યું. અવસરે પિતાના પુત્રને રાજ્ય આપી, તે બને પ્રભુ પાસે દીક્ષા લઈરુકિતમાં બીરાજમાન એવા સ્વામીને જાણે જેવાનેજ મોક્ષે ગયા નમિસુત માતંગ દીક્ષા લઈને સ્વર્ગે ગયે. તેના વંશમા પ્રહસિત નામે વિદ્યાધપતિ છે, અને હું તેની હિરણ્યવતી નામે ભાર્થી છું. મારે પુત્રસિહદષ્ટ અને તેની પુત્રી નીલયશા કે જેને તે જોઈ છે, હે વસુદેવ કુમાર' તેને તું પરણ. તે તને જોઈને મદનાતુર બની ગઈ છે. આ સમય શુભ છે, તે વિલંબને સહન કરી શકતી નથી.” આ સાંભળીને વસુદેવ બોલ્ય‘ત પ્રભાતે આવજે હું વિચારીને કહીશ. તે બોલી–ત્યા આવીશ કે હું અહીં આવીશ, એ કોણ જાણે છે?” એમ કહીને તે કયાંક ચાલી ગઈ. એક દિવસે શ્રીમતુમા વસુદેવ સાવરમા કીડા કરીને ગંધર્વસેનાની સાથે સુતે. એવામાં તેને હાથમાં મજબૂત પકડીને “ઉ” એમ વારંવાર બોલતા એવા ભૂતને તેણે સૃષ્ટિ માર્યા છતા તે વસુદેવને હરીને એક ચિતા પાસે લઈ ગયે. ત્યાં વસુદેવે જાજવલ્યમાન અરિન અને ભયંકર રૂપવાળી હિરણ્યવતી વિદ્યાધરીને સમક્ષ જઈ “હે ભૂત ! તને સ્વાગત છે” એમ તેણુએ ભૂતને કહેતા તે તેણીને વસુદેવ સેપીને ક્ષણવારમાં અદશ્ય થઈ ગયે. એટલે તે પણ જરા હસીને વસુદેકને કહેવા લાગી હે કુમાર! તે શું વિચાર્યું છે સુદર! અમારા ઉપરાધ (આગ્રહ) થી હજી પણg વિચાર કરી લે. એવામા ત્યા પૂર્વે જોયેલી, અસરાઓના પરિવારસહિત લહમીદેવીની જેમ પોતાની સખીઓ સહિત નીલયશા ત્યા આવી. પછી પિતામહી (પિતાની માતા) હિરણયવતી એ કહ્યું કે–તુ તારા વરને ગ્રહણ કર” એમ સાભળતા તે વસુદેવને લઈને આકાશમાં ચાલી ગઈ. પ્રભાતે હિરણય
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy