SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે તથા બીજે ભવ. . એવામાં કસુમપુર નામના નગરમાં સિહ નામે રાજા છે, તે રણગણમાથી યશ પામેલ અને મહા બલવાનું છે, તેને ચંદ્રની લેખા સમાન નિર્મળ વિમલા નામે પટરાણું છે. તેની કુખે ઉત્પન્ન થયેલી ધનવતી નામે કન્યા છે, તે રતિ, પ્રીતિ અને રંભા વિગેરેના રૂપને જીતનારી તથા સમસ્ત કળાઓની એક પિટી સમાન છે. એક દિવસે વસંત ઋતુ આવતા તે પિતાની સખીઓના પરિવાર સહિત ઉપવનમાં ગઈ. તે ઉદ્યાન, અનેક સહકાર, રાયણું, ચંપક અશોક, પારિજાત વિગેરે સારા વૃક્ષોની શ્રેણિથી સુશોભિત હતું. રાજહંસ, ભમરા તથા સારસ પક્ષીઓના જોડલાથી તે સસેવિત હતું. ગાયન કરતી વનમાલિની (માલ) આથી તે મને હર હતું તથા શેલડીના વાઢ જગે જશે ત્યાં જોવામાં આવતા હતા. એવા ઉલ્લાનમાં વિવિધ વિનેદને નિહાલતી તે રાજકુમારીએ અશોક વૃક્ષની નીચે પિતાના હાથમાં જેણે એક ચિત્ર ધારણ કરેલ છે એવા એક ચિતારાને જે, અને તેની એક કમલિની સખીએ તે ચિતારાના હાથમાંથી તે છબી બલાત્કારથી છીનવી લીધી. તે છબીમાં ધનવતીએ, મનને આનંદ ઉપજાવનાર એવા એક પુરૂષના રૂપને દીઠું. તે રૂપથી અત્યંત આશ્ચર્ય પામતી તે ચિતારાને પૂછવા લાગી કે –“હે ભદ્રા આ કેનું રૂપ છે? આવું રૂપ તે સુર, અસુર, અને મનુષ્યમાં સંભવતુ નથી. અથવા તો પિતાની ચતુરાઈ બતાવવા તે વબુદ્ધિથી આ ચિત્ર આ પ્યું હશે! કારણકે ઘણુ માણસને ઘડવાથી થાકી ગયેલ અને જરાથી જર્જર થયેલ એવા વિધાતાને આવું રૂપ બનાવવાની શક્તિ કયાંથી હાય?” આ સાંભળીને ચિતારે જરા હસીને કહેવા લાગ્યો કે–“હે મુગલચને! (મૃગ જેવા લેનવાળી) મેં જેવું રૂપ જોયું છે, તેવું આલેખવા જતા તે આ ચિત્રમાં એક લવમાત્ર પણ મારી ચતુરાઈ વાપરી નથી. આ ચિત્રપટમા જે પુરૂષને મેં આળે છે, તે અચલપુરને સ્વામી વિક્રમધનને ધન નામે પુત્ર છે. મેં મંદબુદ્ધિથી આ ચિત્ર બનાવ્યું છે, પણ સાક્ષાત તે ધનને જોયા પછી આ ચિત્રને જે જુએ, તે જરૂર વારંવાર મારી નિદાજ કરે. તે એને જે નથી, તેથી આ મારૂં ચિત્ર જોઈને કુવાના દેડકાની જેમ ખરેખર! તું વિસ્મય પામે છે, વળી હે ભદ્ર! તેનું રૂપ જોઈને દેવાગના પણ મોહ પામ્યા વગર ન રહે તે માનવીઓની શી વાત? મેં તે માત્ર પિતાની આંખના વિનદની ખાતર આ રૂ૫ ચિતરેલ છે.” આ બધો વ્યતિકર, ધનવતી ત્યા ઉભી ઉભી સાંભળતી હતી. અને જેટલી વાર તે ચિત્રને જોઈ રહી, તેટલી વારમાં તે કામદેવના બાણથી ઘાયલ થઈ ગઈ. તે ચિત્રના બહુજ વખાણ કરીને કમલિનીએ લેચનના વિદને માટે તે માગી લીધું, અને તે ઘરભણ રવાના થતા તેની સાથે ધનવતી પણ પિતાના ઘરે ગઈ, પરંતુ તરતજ તે શૂન્ય હૃદયવાળી બની
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy