SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ગઈ. ત્યારથી તે, રાજહંસી જેમ મરૂ દેશમા તેમ કયાંય પણ સંતોષ ન પામી, એટલું જ નહિ પણ વનમાંથી પકડી આણેલ વિયેગી હાથણીની જેમ તે સુધા તૃષાને પણ જાણતી ન હતી અને રાત્રે નિદ્રા પણ લેતી ન હતી ચિત્રપટમા ચિત્રલ અને કાને સાભળેલ ધનના રૂપનું વારંવાર સ્મરણ કરીને તે કાલજીને લીધે ગાલ ઉ૫રથી પિતાને હાથ અલગ કરતી ન હતી. ધનકુમારના ધ્યાનને વશ થયેલી તે જે કઈ ચેષ્ટા કરતી, તે બીજા જન્મમા જાણે કરેલ હોય, તેમ તેના સ્મરણમાં રહેતું નહિ. ચેગિની જેમ ઈષ્ટદેવતાને અને નિર્ધન માણસ જેમ દ્રવ્યને ચિંતવે, તેમ તે એક ધનનું જ ધ્યાન ધરવા લાગી ધનવતીની આવી હાલત જોઈને એક દિવસે કમલિનીએ તેને પૂછયું કે-“હે કમલ લેચને! તને એવી તે કઈ પીડા સતાવે છે કે જેથી તુ આવી દુર્બળ બની ગઈ છે?” ત્યારે ધનવતી બોલી કે હે સખી કમલિની! એક પરાયા માણસની જેમ તું મને શા માટે પૂછે છે? શું તને એ બાબતની ખબર નથી ? તું તે મારા બીજા હદય સમાન છે, તું મારા જીવિતવ્ય તુલ્ય છે, તે આ પ્રશ્ન કરીને મને શા માટે શરમાવે છે?” કમલિની બેલી- હે સખિ ! તે મને ઠપકે દી તે વાજબી છે. હું તારા મનનું સત્ય સમજી ગઈ છું, કે ધનની પ્રાપ્તિને, તારા હૃદયમાં મેટામા માટે મને રથ છે. પેલા ચિત્રને જોતાજ તું ધનને હાય છે એવી મે ખાત્રી કરી લીધી. એક અજાણની જેમ મેં તને જે પૂછયું, તે તે મેં એક હાંસીમાત્ર કરી તારો આ અનુરાગ ઉચિત સ્થાને જાણીને મેં એક જ્ઞાનીને પૂછયુ- મારી સખી એ ચિંતવેલ વર શુ તેને પ્રાપ્ત થશે? તેમણે કહ્યું–તે મળશે” માટે હે સખિી તું ધીરજ ધર. તારા મરથ અ૫ સમયમાં સિદ્ધ થશે.” આ પ્રમાણે તેણે આશ્વાસન આપ્યું એટલે ધનવતીને ધીરજ આવી. એક વખતે ધનવતી, દીવ્ય વસ્ત્ર ને અલંકાર ધારણ કરીને તે પિતાને પ્રણામ કરવા આવી તેને નિહાળીને રાજા આનંદ પામ્યા, પછી તેને વિદાય કરીને તે વિચારવા લાગે કે- મારી આ પુત્રી વરવા લાયક થઈ છે, એને લાયક પતિ કે શું થશે?” આ પ્રમાણે રાજ વિચાર કરે છે, તેવામાં પૂર્વે પોતે મોકલેલ દૂત વિકમ ધન રાજા પાસેથી આવ્યે. તે રાજકાર્ય બધું નિવેદન કરીને બેઠે, એટલે સિંહ રાજાએ તે દૂતને પૂછયું કે ત્યાં જતા તે કાઈ આશ્ચર્ય ?” તે છેલ્ય-મેં વિમધન રાજાના પુત્રનું રૂપ જોયુ. તેના જેવું રૂપ દેવ, મનુષ્ય કેવિહાથમા નહિ હોય તે વખતે એ વિચાર કર્યો કે આ વર ધનવતીને ચગ્ય છે, માટે જે એમને સંગમ થાય, તે વિધાતાને પ્રયાસ સફલ થાય.” એમ સાભળીને રાજા બહુ સંતુષ્ટ થઈને બોલ્યા- અહા ! તું પાત મારા કામની કાલજી રાખે છે. સુતાના વરની ચિંતારૂપ સમુદ્રમાં હું નિમગ્ન
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy