SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમનાથપ્રભુને મોક્ષ તથા પરિવાર વર્ણન સાત વરસ-એમ શ્રીનેમિપ્રભુનુ હજાર વરસનું આયુષ્ય હતું. શ્રી નમિનાથનાનિર્વાણથી પાંચ લાખ વરસ વીતતા બાવીસમા તીર્થ કરશ્રીનેમિનાથનુ નિર્વાણ થયુ. હવે સધર્મેદ્રની આજ્ઞાથી ધન શિબિકા વિવી. પછી શકે વિધિપૂર્વક ભગવતના અને પૂજીને પિતે ત્યાં સ્થાપન કર્યું. દેવાએ નૈઋત દિશામાં નાના પ્રકારના રતની શિલાપર ગશીર્ષચદન સમાન ઈધનની ચિંતા કરી, ત્યા સાધર્મેન્દ્ર સ્વામીની શિબિકા ઉપાડીને લાવ્યા, અને ચિતા ઉપર પ્રભુનું શરીર રાખ્યું. ત્યારબાદ શકના આદેશથી અગ્નિકુમાર દેએ ચિતામાં અગ્નિ સળગાવ્યો, અને વાયુકુમારએ તરત તેને બળતો કર્યો. પછી મેઘકુમારોએ ક્ષીરસમુદ્રના જળથી ચિતા અગ્નિને કાર્યો શઠ-ઈશાનાદિ ઇકાએ ભગવંતની દાઢાઓ લીધી, બીજા દેએ શેષ હાડકા, તેની દેવીઓએ પુષ્પ, રાજાઓએ વસ્ત્રો, અને લોકોએ શ્રી નેમિપ્રભુની ભસ્મ લીધી. ત્યાં સ્વામી શરીરના સંસ્કારવાળા વૈદુર્ય શિલાતલપર ઈદ્ર ભગવંતના લક્ષણે તથા નામ વજથી કોતર્યા એમ કરીને સાધર્મેદ્રાદિ ઇદ્રો પોતપિતાના સ્થાને ગયા. હવે પાંડવે તે વખતે હસ્તિકલ૫ નગરમાં હતા, “આ સ્થાનથી ગિરનાર પર્વત બારજન છે. માટે પ્રભાતે શ્રી નેમિપ્રભુને વાંચીને અમે માસખમણનુ પારણું કરીશ” એમ પરસ્પર પ્રીતિથી બોલતા તેમણે તે નગરમાં સાંભળ્યું કે –“શ્રી નેમિપ્રભુ તે તે સાધુઓથી પરવારીને મોક્ષે ગયા તે સાંભળીને પાંચે પાડો અત્યંત શોકાતુર અને મહાવૈરાગ્યવત થઈ શ્રી વિમલાચળ પર ગયા ત્યા એક મહિનાનું અનશન કરી, કેવલજ્ઞાન પામીને મોક્ષે ગયા, અને પછી બ્રહદેવકે ગઈ. સમસ્ત દે, ઈદ્રો, ચ, અને મનુષ્યો જેને નમ્યા છે એવા બાવીશમા તીર્થકર શ્રી નેમિનાથ, કૃષ્ણ, બલદેવ અને અસહ્ય તેજસ્વી તેમને શત્રુ જરાસ ઘ– વિશદ ગુણોથી પ્રસિદ્ધ, મનુષ્યમાં યશ પામેલા, પૃથ્વીતલમા પ્રખ્યાત અને અત્યંત કીર્તિનો નિધાનરૂપ એવા એ ચારેને આ ગ્રંથમાં વર્ણવ્યા છે. એ પ્રમાણે અત્યત પ્રમોદ પમાડનાર, નવ ભથી વિરતીર્ણ, સુલલિત શ્રેષ્ઠ ગદ્યગંધયુક્ત, વસુધાવલ્લભ એવા કસારિકૃષ્ણ, બળદેવ, જરાસંઘ એમની સત્કથાથી મને હર એવું શ્રીમાન અરિષ્ટનેમિનુ આ ચરિત્ર કાને સાંભળતાં સુખકારી થાય છે એ પ્રમાણે શ્રીગુણવિજ્યગણિ વિરચિત શ્રીમાનું અરિષ્ટનેમિના ચરિત્રમાં તેરમે પરિચ્છેદ સમાપ્ત થયો. છે સંપૂર્ણ. SEROX O ceangeance
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy