SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧e શ્રી નેમિનાથ ચરિત્રે એક વખતે કૃષ્ણ શ્રીનેમિને પૂછયું–આ બે વૈદ્યોની શી ગતિ થવાની ?” ભગવંત બોલ્યા-ધન્વતરિવદ્ય સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના પાથડામા જશે અને વૈતરણીવેલ વિધ્યાચલમા વાનરે થશે, અને ત્યાજ યાવન પામતાં તે ચૂથપતિ થશે તે વનમાં એક વખત સાથેની સાથે ઘણા સાધુઓ આવશે, તેમાં એક સાધુના પગમાં કટે ભાંગશે તેની રાહ જોતા અન્ય સાધુઓને તે કહેશે કે મને અહી મૂકીને તમે જાઓ. નહિં તે બધા સાથે ભ્રષ્ટ થઈમરણ પામશે” એટલે પગમાથી કટે કહાડવાને અસમર્થ અને દીન મનવાળા એવા અન્ય સાધુઓ તેને નિર્જીવ ભૂમિપર મૂકીને જશે પછી તે ચૂથપતિ વાંદર ત્યાં આવશે. આગળના વાદરાઓ તે મુનિને જોઈને કિલકિલાટ કરી મૂકશે તેમના કેલા હલથી રૂઇ થયેલ ચૂથપતિ આગળ આવશે અને તે સાધુને જોઈને–આવા જનને પૂર્વે મે-ક્યાંક જે છે” એમ વાંદર ચિતવન કરશે એમ તકવિર્તક કરતા તે પિતાના વૈદ્ય સંબંધી પૂર્વભવને યાદ કરશે પછી પર્વતમાથી વિશવ્યા અને રેહિ એ બે ઓષધી તે લાવશે અને વિશલ્યા આષધીને રાતથી ચાવીને સાધુના પગ પર મૂકશે, એટલે શલ્ય (કંટક) રહિત થયેલ તે પગને શ્રણને રૂજાવનારી રેહિણું આષધિથી તે રૂજાવશે. પછી– હું પૂર્વભવે દ્વારકામાં વેતરણિ પૈવ હતો” એવા અક્ષરે તે સાધુની આગળ લખશે. તેના ચરિત્રને સાંભળતા તે મુનિ તેને ધર્મ સંભળાવશે, એટલે ત્રણ દિવસનું અનશન કરીને તે વાનર સહસાર દેવલોકમાં જશે. અને અવધિજ્ઞાનથી તે અનશનમાં રહેલ પોતાના શબની પાસે ઉભા રહી નમસ્કાર આપતા તે સુનિને જેશે. ત્યારે તેજ વખતે આવી ભાતથી મુનિને નમીને તે એ રીતે કહેશે– પરોપકારી સુની! તમારા પ્રસાદથી આ જબરજસ્ત દેવ સમૃદ્ધિ અને પ્રાપ્ત થઈ. એમ કહી તે દેવ તે સુનિને લઈને આગળ ગયેલા સાધુઓ સાથે મેળવશે ત્યા તે સાધુ અન્ય સાથએને વાનરની કથા કહેશે ” એ પ્રમાણે શ્રી નેમિના મુખેથી સાંભળીને વિશેષથી ધર્મ ભાવને ધાર કરતા કૃષ્ણ સ્વામીને પ્રણામ કરીને રવસ્થાને ગયો અને ભગવત વિહાર કરીને અન્ય સ્થાને ગયા એકદા મેઘની જેમ જગતને તૃપ્ત કરનારા નેમિનાથ પ્રભુ વર્ષીકાલના પ્રારંભે દ્વારકામાં આવીને સાસર્યા. ત્યારે સેવા કરતા કૃષ્ણ કહ્યું–હે ભગવન! તમે અને બીજા મુનિએ વર્ષીકલમા કેમ વિહાર કરતા નથી?” સ્વામી બાલ્યાવણકાલમાં પૃથ્વી નાનાપ્રકારના છથી વ્યાસ હોય છે. તે કારણે છાને અભય આપનારા મુનિઓ ત્યા સંચરતા નથી. કૃષ્ણ એલ્યા–જે એમ હોય તે પરિવાર સહિત વારંવાર જતાં આવતાં મારાથી ઘણુ જીને નાશ થતો હશે, માટે વર્ષાકાલમાં ઘરથી બહાર હું નીકળીશ નહિ.” એ અભિગ્રહ લઈ હરિ પિતાના
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy