SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીરા શાળવીનું વૃતાંત. ઘરે ગયા, અને દ્વારપાલને તેણે હુકમ કર્યો કે– વર્ષાકાલ સુધી કેઈને મારા ઘરે આવવા ન દેવું. હવે તે નગરીમાં વીર નામે શાળવી (વણકર) કેશવને પૂર્ણ ભક્ત હતે. કેશવને જોઈ પૂછને તે જમતે હતે, અન્યથા નહિ. તે વખતે હરિના ઘરે પ્રવેશ ન પામતા દ્વાર૫ર રહેલ તે વીરે કૃષ્ણને ઉદ્દેશીને દિવસે દિવસે પૂજા કરતા, પરકૃષ્ણના દર્શન ન પામવાથી તે કદિ જમતે નહિ. હવે વર્ષાકાલ વ્યતીત થતાં હરિ ઘરથી બહાર નીકળ્યા, એટલે બીજા બધા રાજાઓ અને વરે તેની સેવા કરવા આવ્યા. ત્યા વાસુદેવે વીરાને પૂછયું–કેમ દુબળા પડી ગએ છે?” ત્યારે દ્વારપાલાએ દર્બલ્યના કારણરૂપ તેને વૃત્તાત કહી સંભળાવ્યો તે સાંભળાને કૃષ્ણ દયા લાવીને પોતાના ઘરે આવવાને તેને પ્રતિબંધ દૂર કર્યો. એક વખતે પરિવાર સહિત કૃષ્ણ શ્રીનેમિને વંદન કરવા ગયા. ત્યાં ભગવતે કહેલ યતિધર્મ સાંભળીને તેણે પ્રભુને કહ્યું –“હે ભગવન્! સાધુપણુમા હું સમર્થ નથી, તથાપિ બીજાઓને દીક્ષા આપવાનો તથા અનુમોદવાને હું નિયમ લઉં છું. જે કઈ દીક્ષા લેશે, તેને હું અટકાવીશ નહિ અને પિતાના પુત્રની જેમ તેને દીક્ષા મહત્સવ કરીશ.” એ પ્રભુ પાસે અભિગ્રહ લઈને વિષ્ણુ ચાલ્યા ગયા. અન્યદા વિવાહ યોગ્ય કન્યાએ કૃષ્ણને નમવા આવી, તેમને હરિએ કહ્યું – “તમેં સ્વામિની (રાણું) થશે કે દાસી થશે?” ત્યારેઅમે રાણીઓ થઈશ ? એમ બેલતી તેમને કણ કહેતા કે-હે ભદ્રાઓ! તે શ્રીનેમિ પાસે દીક્ષા લઈ હ.” એમ અનુક્રમે વિવાહ ચગ્ય કન્યાઓને તે દીક્ષા લેવરાવતે હતે. એક વખતે કઈ રાણીએ પિતાની કેતમજવી પુત્રીને કહ્યું “હે વત્સ ! તને તારે પિતા પૂછે, ત્યારે નિશંક થઈને કહેજે કે –“હે પ્રભે! મારે દાસી થવું છે, સ્વામિની નથી થવું.” એ રીતે તે વિવાહ યોગ્ય કન્યાને શિખામણ આપીને માતાએ તેને પિતા પાસે મોકલી. ત્યાં પિતાએ પૂર્વવત્ પૂછતાં તેણીએ માતાનું વચન કહ્યું તે સાંભળીને કૃષ્ણને વિચાર થયો કે મારી પુત્રીઓ ભવાટવીમાં ભટકશે અને અપમાન પામશે, તે તો કોઈ રીતે ચુક્તજ નથી. માટે હવે માતાની શિખામણ પ્રમાણે બીજી કેઈ ન બોલે તેમ કરૂં. ” એમ ધારી તા ઉઠાવીને હરિએ વીરા શાળવીને પૂછયું તે કંઈ ઉત્કૃષ્ટ કામ કર્યું છે? તે – ઉત્કૃષ્ટ કામ તે મેં કંઈજ નથી કર્યું ” એમ બોલતા તેને ફરી કૃષ્ણ કહ્ય–તે પણ ત પૂરતો વિચાર કરીને બોલ ? ત્યારે વીરા શાળવીએ હર્ષ પામીને કહ્યું- બદરી (બારડી) પર રહેલ કાકિ પૂર્વે પાષાણુ મારીને પૃથ્વી. પર પાડી નાંખે, અને તે મરણ પામ્યા. તથા ચક્રથી પડેલ રેખામા વહેત માર્ગનું પાણી મેં ડાબા પગથી દબાવીને અટકાવી દીધું અને તે દૂરથી જ ચાલ્ય ગયું. તેમજ વસ્ત્રપર રહેલા ઘડામાં પડેલ અને ગિણગણાટ કરતી માખીને મે
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy