SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ થી નેમનાથ ચરિત્ર ઉપચાર રાગથી ગ્રહણ કરે છે એમ તે રથનેમિ માનતે હો. તુચ્છ બુદ્ધિવાળા તે દરાજ રામતીના ધરે જતે અને શ્રાપનીના બહાને તેની મશ્કરી કરતે. એક વખતે એકાતે રહેલ રામતીને રથનેમિએ કહ્યું કે – હે સુધે! તને હું પરણ, તું યેવનને વૃથા ન ગુમાવ. કારણકે લોગ સુખને ન જાણનાર મારા બાપ તને તજી, પરંતુ ભાગ સુખથી તે તેજ વંચિત થશે, તેમાં તારું શું ગયું છે સુદરી. પ્રાર્થના કરતા છતા તે તે તારે વર ન થયા, અને તે તારી પ્રાર્થના કરૂ છું. અમારા બંનેમાં મોટું અંતર છે. સ્વભાવે સરલાશવાળી રાજીમતીએ તેના તે ભાવથી તેજ વખતે પૂર્વોપચારનું કારણ જાણી લીધું. એટલે ધર્મ એવી તેણુએ ધર્મકથનથી તેને પ્રતિબંધ આપે. પરંતુ તે દુર્મતિ તે ખોટા વિચારથી ન અટક્યું. એક વખતે મહા બુદ્ધિવાળી રાજીમતી સતીએ કંઠ સુધી દુધ પીધું અને તે રથનેમિ આવે છતે વમન કરાવનાર એવું મદનકુળ (મીંઢળ) સંયુ. પછી તેણીએ રથનેમિને કહ્યુ-અરે! સુવણને થાળ લાવ.” એટલે કિંકરની જેમ તે તરત થાળ લઈ આવ્યું. ત્યારે તેણુએ તેમાં પીધેલદુધ વસ્યું અને– હે રથનેસ અને પીજા ' એમ કહ્યું. તે છેલ્ય–શુ હું કુતરા છું કે વમનનું પાન કરવાને તુ મને કહે છે એટલે તે બેલી–તુ પણ શું આ અપેય છે એમ જાણે છે?” તે બોલ્યા-કેવળ હુંજ નથી જાણતું, પરંતુ તે બાળકે પણ જાણે છે ?” ત્યારે રાજીમતી બોલી – એરે! તું જે જાણે છે, તે નેમિએ વમેલી (તજી દીધેલી ) મને ભગવાને તું કેમ વછે છે? તેના ભાઈ થઈને પણ એવુ કરવાને કેમ ઈચ્છે છે? હવે પછી નરકબંધ ના કારણરૂપ આવું બોલીશ નહિ.” એમ રામતીના કહેવાથી લજિત, ક્ષીણ મને રસ્થવાળો અને વલ થઈને ગુપચુપ પોતાના ઘરે ચાલ્યો ગયે. અને શ્રી નેમિમાં અત્યંત રાગવતી અને સવેગ પામેલી તે રાજીમતિ દિવસને સોંસમાન વ્યતીત કરતી બેસી રહી એવામા વ્રતથી માડીને ચેપન દિવસ વિચારીને શ્રી નેમિપણ રૈવતગિરિના સહસા વનમાં આવ્યા, અને ત્યાં વેતસવક્ષની નીચે અઠ્ઠમ તપમાં રહેલ તથા ધ્યાનમાં વર્તમાન શ્રી નેમિના ચાર ઘાતિ કર્મો જીણું દેરડીની જેમ તુટી ગયાં. એટલે આ મહિનાની અમાવાસ્યાના દિવસે ચડતે પહોરે ચિત્રા નક્ષત્રની સાથે ચંદ્રમાને વેગ થયે છતે ભગવંતને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે આસન ચલા યમાન થતા સુરો તરત ત્યાં આવ્યા. અને ત્રણ ગઢથી શાલિત એવું સમવસરણ રચ્યું. પછી પૂર્વ દ્વારથી પ્રવેશ કરી, ત્યાં રહેલ એકસોવીશ ધનુષ્ય ઉંચા ચૈત્યવક્ષને પ્રદક્ષિણા આપી “તીન ' એટલે “તીર્થને નમસ્કાર” એમ કહીને તે બા વીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પૂર્વસિહાસન પર પૂર્વ દિશા ભણી બેઠા, ત્યારે તરતજ બીજી દિશાઓમાં, સિંહાસન પર રહેલ એવા શ્રી નેમિનાથના ત્રણ પ્રતિરૂપ (પ્રતિબિંબ) વ્યતર દેવોએ વિષુવ્ય એટલે ચાર પ્રકારના દેવ-દેવીઓ અથાસ્થાને
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy