SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિપ્રભુના દીક્ષા મહોત્સવ ૧૫ છત્ર, માહે ખગ, બ્રક્ષેદ્ર દર્પણ, લાતકે પૂર્ણકુંભ, મહાશુકે સ્વસ્તિક સહસારે ધનુષ્ય, પ્રાણુતે શ્રીવત્સ, અમ્યુકે નંદાવર્ત અને બાકીના ચમ રે વિગેરેએ શસ્ત્રો ધારણ કર્યા. હવે માત-પિતા, વડીલે, બલભદ્ર, ગોવિંદ વિગેરે ભ્રાતાએથી પરવારેલા, મહા મનવાળા ભગવતે રાજમાર્ગો પ્રયાણું કર્યું અને જ્યારે પોતાના ઘર સમીપે આવેલા પ્રભુને રાજીમતીએ દીઠા, ત્યારે નવીન ઉસન્ન થયેલ શોથી તેણીને વારંવાર મૂરછ આવી ગઈ. અને ત્યાથી રેવતા ચલના ભૂષણરૂપ, નંદનવન સમાન ઉપવન પ્રત્યે ખીલતા નવીન કેતકી પુને લીધે જાણે હસતું હોય, ગળીને પડી ગયેલા જંબુઓથી જાણે ચોતરફનીલરનથી બાંધેલ ભૂમિવાળુ હોય, કદંબપુષ્પોની શય્યામાં શયન કરવાથી જેમાં મંધુકરી ઉન્મત્ત બની ગયા છે, પી છાસમૂહને ઉચે કરી રહેલા મયૂરના આરભેલ કેકાશવ અને નાટકથી મનેહર, કામદેવના શસ્ત્રના અગારા સમાન જેમા કુટજ પુષ્પને વનવિભાગ ખીલી રહ્યો છે, માલતી, જુઈના પરાગના આમોદ(સુગંધ) ને લીધે પથિક જનેને સમૂહ જેમા તરફ પડી રહ્યો છે, એવા સહસ્ત્રાબ્ર. વનમાં ભગવંતે પ્રવેશ કર્યો. પછી શિબિકાથી ઉતરીને પ્રભુએ આભારદિક જે ઉતાર્યો, તે ઇદ્દે કશુને આપ્યા જન્મથી ત્રણ વરસ વ્યતીત થતાં શ્રાવણ માસની વેત છઠ્ઠના દિવસે ચડતે પહેરે ચિત્રાનક્ષત્રને ચદ્રમાની સાથે રોગ થયે છતે જેણે છઠ્ઠ તપ કરેલ છે, એવા ભગવતે પંચ મુષ્ટિથી લેચ કર્યો કેશ શકેદ્ર લઈ લીધા અને ભગવંતના સ્કંધપર દેવદુષ્ય વસ્ત્ર મૂકયુ. તે કેશ ક્ષીર સાગરમા નાખી આવી શકે કેને કોલાહલ વાર્યો એટલે પ્રભુએ સર્જ સામાયિક લીધું તેજ વખતે જગશુરૂને ચૈથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું, અને તે અવસરે નારક ઇવેને પણ ક્ષણભર સુખ થયું. નેમિ કુમારની સાથે એક હજાર રાજાઓએ દીક્ષા લીધી, પછી ઈદ્ધિ, તથા કેશવાદિક શ્રી નેમિને નમીને પિતા પોતાના સ્થાને ગયા. હવે બીજે દિવસે ભગવતે ગણ (ગાયે બંધાતી હોય તેવું સ્થાન) માં વરદત્ત વિપ્રના ઘરે પરમાત્રથી પારણું કર્યું. તે વખતે ગંદકવૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ, ભીનાદ,વસ્ત્રવૃષ્ટિ, અને વસુધારા ( ધનવૃષ્ટિ) એ પંચ દિવ્ય દેએ પ્રગટ કર્યા. અને હર્ષ પામતા તે આકાશમાં “અહાદાન! અહાદાન !” એમ વારંવાર કહેવા લાગ્યા. પછી કર્મબંધથી નિવૃત્ત થયેલા અને ઘાતકર્મને ક્ષય કરવામાં ઉદ્યમી એવા શ્રી નેમિએ અન્ય સ્થળે વિહાર કર્યો. - હવે શ્રી નેમિના લઘુભ્રાતા રથનેમિ રાજીમતિને જોતા ઈક્રિયાને વશ બનીને કામાતુર થયો. તે સારી સારી વસ્તુઓ રોજ રામતીને મોકલતા હતા. તેના ભાવને ન જાણતી સરલ આશયવાળી તે સુધાએ તેને નિષેધ ત ક “ભાઈના નેહથી આ જ મારી ઉપાસના કરે છે” એમ તેણીએ માની લીધુ. અને “આ મારે
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy