SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમનાથ ચરિત્રહવે વિવાહનો દિવસ નજીક આવતાં દશ દશાહ, રામકૃષ્ણ, ઉંચા સ્વરે ગીતગાન કરનારી શિવાદેવી, રેહણ અને દેવકી વિગેરે માતાઓ, રેવતી વિગેરે બલભહની પનીઓ, સત્યભામા વિગેરે વિષ્ણુની સ્ત્રીઓ, તથા બીજી માટી ધાત્રીઓ એમણે મળીને શ્રીનેમિનાથને પૂર્વાભિમુખ મેટા આસન પર બેસાર્યા. એટલે બલભદ્ર તથા કેશવે પોતે પ્રેમથી તેને સ્નાન કરાવ્યું. પછી રાખડી બાંધી અને હાથમાં આણુ ધારણ કરાવીને ગોવિદ ઉગ્રસેનના ઘરે ગયે. ત્યા પૂર્ણિમાના ચંદ્ર સમાન મુખવાળી રામતી બાળાને કેશવે પોતે તેજ વિધિથી સ્થાપન કરી, અને પોતે પિતાના ઘરે ગયો. રાત્રિ વ્યતીત કરીને વૈવાહિક ઘરે જવાને શ્રીનેમિને અ ગે મને કરાવ્યું. પછી શ્વેત છત્ર. તથા મનહર ચામરોથી શોભતા, અત્યંત ઉત્તળ અને કેર સહિત અને ધારણ કરતા, મુકતાભરણાદિકથી વિભૂષિત, અત્યત સુગ િગશીર્ષ ચદનથી જેણે અગે લેપન કર્યું છે–એવા શ્રીઅરિષ્ટનેમિ ત અશ્વવાળા રથ પર બેઠા. નેમિકુમારની આગળ અવેના હેવારના અવાજથી સર્વ દિશાઓને બધિર બનાવનાર એવા કેટિગમે ચદુ કુમારે ચાલ્યા. અને બાજુ હાથી પર બેઠેલા હજારો રાજાઓ, અને પાછળ દશ દશાહ તથા રામ-કેશવ ચાલતા હતા વળી મહા કી મતિશિબિકાઓ ઉપર ચડેલી અંતપુરની બધી વનિતાઓ તથા બીજી પણ સુંદર સુંદરીઓ ગીત ગાતી ચાલી. એ પ્રમાણે શ્રીઅરિષ્ટનેમિએ આગળ મંગળ પાઠક ઉચેથી મગળ પઢતાં રાજમાર્ગ પ્રયાણ કર્યું. રસ્તામાં ગૃહ, અને હારની અગાસી પર બેઠેલી પિરસ્ત્રીઓની પ્રેમા દષ્ટિએ મંગલાક્ષતની જેમ શ્રીનેમિ ઉપર પડી પારલેકેથી, પરસ્પર દેખાડવાતા, તથા હર્ષપૂર્વક વખણાતા એવા શ્રીનેમિ ઉગ્રસેનના ગૃહ સમીપે આવ્યા શ્રી નેમિના આગમનના તુમુલ સ્વરથી મેઘના ગર્જનથી જેમ મયુરી, તેમ કમલલોચના રાજીમતી અત્યંત ઉત્કંઠિત થઈ. એટલે ભાવને જાણી લેનાર સખીએાએ તેણીને કહ્યું- હે સુંદરી! તુ ધન્ય છે કે જેને હાથ નેમિકુમાર ગ્રહણ કરશે. હે કમલલચને ! કે નેમિ અહી આવનાર છે, તે પણ ઉત્સુક થઈને ગવાક્ષમા બેઠેલી અમે તેને આવતા જોઈએ છીએ.” સખીઓએ પિતાને મને ગત ભાવ કહેવાથી હર્ષિત થયેલ અને સખીઓથી પરવારેલ તે વહાલથી એકદમ ગવાક્ષ આગળ આવી, અને ચદ્ર સહિત મેઘની જેમ માલતી કુસુમ સહિત ઘન્મિલ(પુષ્પ ગુચ્છક)ને ધારણ કરતી, કાનના અલંકારરૂપ બે કમળને પિતાના નેત્રથી પરાભય પમાડતી, મુક્તા(મોતી) ના કુંડ સહિત કર્ણથી શુકિતપુટને જીતનારી, પાકેલા ફળવાળી જાણે બિમિકા (લતા વિશેષ) હોય તેમ અળતાયુક્ત અધરવાળી, કંઠમા હેમની મેખલાવાળા શખની જેમ સનિષ્ક (કઠભૂષણ) ને ધારણ કરતી, ખિસત તુને ગ્રહણ કરેલ ચકલાકની જેમ હારભૂષિત સ્તનને ધારણ કરતી, કમલખ વડે જેમ નદી, તેમ કરકમલથી શોભતી, જાણે મન્મથની ધનુલતા
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy