SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ થિી નેમનાથપ્રભુની દીક્ષાની તૈયારી. હેય તેવા મુદિગ્રાહા (સુકમાં આવી શકે તેવા) મધ્ય ભાગથી દીપતી, જાણે સેનાની ઢાલ હોય તેવા નિત બથી મને હર લાગતી, કદલો સમાન જેના જ ઘાચુગલ છે એવી, રત્ન સમાન જેના નખની પંકિત છે, ચંદ્ર સમાન વેત તથા દશી (કેર) સહિત જેના વસ્ત્ર છે, ગશીર્ષ ચંદનના વિલેપન યુકત, એવી તે રાજીમતી વિમાનના મધ્યભાગમાં જેમ દેવાગના તેમ તે ગવાક્ષમાં બેઠી. ત્યાં બેઠેલી રાજીમતીએ પ્રત્યક્ષ કામદેવની જેમ હૃદયમા મનને જાગ્રત કરનાર એવા શ્રીનેમિને દૂરથી જોયા. દષ્ટિથી જોતા તે મનમાં ચિંતવવા લાગી કે –મનને પણ અગેચર એ આ વર્ષે દુર્લભ છે ત્રણ લોકના એક ભૂષણરૂપ એ એ વર પણ જે મને પ્રાપ્ત થાય, તે મારા જન્મનું ફળ શું સંપૂર્ણ ન થયું ? જે કે આ મને પરણવાની ઈચ્છાથી પિતે આવેલ છે, તે પણ મને વિશ્વાસ આવતું નથી, કારણ કે કયા પુણ્યથી પ્રાપ્ત થાય?' એમ ચિતવતાં તે રામતીની જમણી આખ ફરકી, અને જમણી ભુજા પણ ફરકી શરીર અને મનને સતાપ થઈ પડશે. પછી ફૂવારાની પુતળી સમાન બને નેત્રમાંથી અપૂરને વરસાવતી એવી તેણીએ સખી એને તે લોચનાદિનું રણ ગદગદાકારથી કહી સંભળાવ્યું ત્યારે સખીઓ બેલી કે –“હે સુભગે!હે સખી! પાપ શાંત થાય ને અમંગલ દૂર જાય. બધી કુળદે. વીઓ તને કયાણકારી થાય. ધીરજ ધર. પાણિગ્રહણને માટે ઉત્સુક એ આ તારે વર આવ્ય, મહાત્સવ પ્રવર્તમાન છતાં આ અમંગલનું ચિંતન કેવું? - હવે શ્રી નેમિએ આવતા આવતા અનેકવાર પ્રાણીઓને કરૂણસ્વર સાંભળ્યો. પિતે બરાબર જાણતાં છતા પ્રભુએ “આ શું?' એમ સારથિને પૂછયુ. ત્યારે સારથિ બા –“હે પ્ર! શું તમે જાણતા નથી? આ નાના પ્રકારના પ્રાણએને તમારા વિવાહમાં ગૌરવ કરવાને એકને માટે લાવવામાં આવ્યા છે. તેમાં ઘેટા વિગેરે ભૂચરે, તીતર વિગેરે ખેચરે, ગ્રામ્ય તથા અટવીમાંના એ બધા મરણ પામશે. હે સ્વામિનું ! રખવાળાના હાથ નીચે રાખેલા એ પ્રાણીઓ વાડામાં બરાડા પાડી રહ્યા છે, કારણ કે સર્વ જીને મોટામાં માટે પ્રાણુભય છે.” એમ સારથિના સુખથી સાંભળીને દયા વીર શ્રી નેમિએ તેને કહ્યું જ્યાં આ જીવે બાળ્યા (પૂર્યા છે, ત્યાં મારા રથને લઈ ચાલ. તે સારથિએ તત્કાલ તેમજ કર્યું. એટલે ત્યાં ભગવાને પ્રાણના અપહાર ભયથી ચકિત (ભયભીત) થયેલા વિવિધ પ્રાણીઓને જોયા. તેમાં કેટલાક દેરડી વતી કે બાધેલ હતા, કેટલાક પગે બાધેલ હતા, કેટલાક પાંજરામાં પૂરેલા હતા, કેટલાક પાશમાં પાડેલા હતા, ઉચે સુખ કરી રહેલા, દીન લેનવાળા, શરીરે કપતા એવા તે, દર્શનથી પણ આનંદ પમાડનાર એવા શ્રી નેમિને જોવા લાગ્યા. પછી તે બધા ભગવત પ્રત્યે પિત પિતાની ભાષામાં “બચાવે, બચાવે” એમ બોલ્યા. ત્યારે સ્વામીએ પિતાના સારથિને ફરમાવીને તે બધાને છોડાવ્યા હવે તે છે પિતાપિતાના સ્થાને ગયા, એટલે
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy