SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તેમનાથપ્રભુના લગ્નની તૈયારી. ૧૯ આંધેલ સ્નેહરૂપ પાષાણુની શિલાથી તેમાં પાડે છે. હવે એમનુ વચન અત્યારે વચનમાત્રથી માનવું પડશે, પછી અવસરે તા અવશ્ય આત્મહિત કરવાનું જ છે, વળી પૂર્વ ઋષભજિને જે વિવાહ કર્યાં, તે તે તેના ભાગાવલિ કર્મને લીધે. કારણુ કે કર્મની ગતિ ભિન્ન ભિન્ન હેાય છે. ’ એમ વિચારીને પ્રભુએ તેમનું વચન મુલ રાખ્યું. તે સાંભળીને સમ્રુદ્રવિજયાદિક બધા હર્ષ પામ્યા C હવે ગ્રીષ્મૠતુ વીતાવીને પરિવાર સહિત કેશવ નેમિ યાગ્ય કન્યા જોવાને ઉત્સુક થતા દ્વારકામાં આવ્યા, ત્યાં સત્યભામા ખાલી... હૈ પ્રિયતમ ! મારી નાની એન રાજીમતી નેમિને લાયક કન્યા છે. ' ત્યારે કૃષ્ણે તેણીને કહ્યુ કે સત્યભામા ! ખરેખર ! તું મારી હિતકારિણી છે, કે નેમિને ચૈન્ય કન્યાની ચિતારૂપ સાગરમાં પટેલ એવા મારા તે' ઉદ્ધાર કર્યો, ’ પછી કૃષ્ણ પાતે ઉઠીને ચાઢવા, તથા આશ્ચર્ય પામેલા નગરજનાથી જોવાતા તે ઉગ્રસેનના ઘરે ગયા. એટલે ઉગ્રસેને પણ અર્વાદિયો કૃષ્ણના સત્કાર કરીને સિ’હાસનપર બેસારી તેને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે કૃષ્ણે ખેલ્યા~ હે રાજન ! તમારી રાજીમતી નામે જે કન્યા છે, તે મારા લધુ ભ્રાતા ગુણે કરી મારાથી અધિક એવા નેમિને ચાગ્ય છે.'' એટલે ઉગ્નસેન આલ્બે~ હું પ્રભા ! અમારૂં ભાગ્ય ફળ્યુ, કે હરિ ઘરે આવ્યા. અને અમને કૃતાર્થ કર્યો. મા ઘર, મા લક્ષ્મી, આ અમે, આ કન્યા તથા આ બીજું બધુ તમારે સ્વાધીન છે. તે હૈ સ્વામિન્! સ્વાધીન વસ્તુમાં પ્રાથૅના કેવી ? ’ આવી વાણીથી પ્રમેહ પામેલ ગાવિંદે તે જઇને સમુદ્રલિયને કહી સંભળાવ્યુ. ત્યારે સમુદ્રવિજય આહ્વા~~~ હૈ વત્સ I વડીલાપર તારી ભક્તિ અને ભ્રાતાઓપર ગાઢ વાત્સલ્ય છે કે અમાને આનદકારી શ્રી નેમિને લાગની સન્મુખ કર્યાં. માટલા વખત તે મારા મનાથ મનમાજ ઉડી ગયા ગયા હતા કે અષ્ટિનેમિ કન્યા પાણિગ્રહણ બુલ કરશે. ’ પછી ક્રોટ્ટુકિ નિમિત્તિયાને આલાવીને સમુદ્રવિજય ાજાએ નેમિ શજીમતિના વિવાહના શુભ દિવસ પૂછયે. ત્યારે ક્રોકિ મેલ્યા હૈ રાજન્ ! બીજા પણું શુભ મારતા વર્ષાકાલમાં ચાગ્ય નથી, તે વિવાહની શી વાત ? એટલે સમુદ્રવિજય માલ્યા— અહીં કાલક્ષેપ કરવા ચેાગ્ય નથી. કૃષ્ણે મહા કષ્ટ અરિષ્ટનેમિને પરણવાને માટે તૈયાર કર્યો છે હવે વિવાહમાં વિઘ્ન ન પડે, માટે નજીકના દિવસ કહે. તારી માજ્ઞાથી ગાંધ સમાન વિવાહ થાય, ’ ત્યારે વિચાર કરીને ક્રોકિ મેલ્યું— હું રાજન્ ! એ એમ હાય તા શ્રાવણ માસની અજવાળી છઠ્ઠના દિવસે કાર્ય કરવા જેવું છે ' તે સાંભળીને સમ્રુદ્ધવિજયે તે કોષ્ટકના સત્કાર કરીને તે દિવસ મનમાં ધારી લીધા, અને ઉગ્રસેનને પણ જણાવી દીધુ. તેથી અને તૈયારી કરવા લાગ્યા. કૃષ્ણે પણ દ્વારકામાં પ્રતિહાર્ટ, દરેક દરવાજે અને દરેક ઘરે અદ્ભુત રત્નના માંચડા તથા તારાદિ કરાવ્યા, " ·
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy