SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રી નેમિનાથ ચરિત્રે– દશાહ, બલદેવાદિક પાંચ મહાવીર, ઉગ્રસેનાદિક સેળહજાર રાજાઓ, પ્રદ્યુમ્ન વિગેરે સાડી ત્રણ કટિ કુમાર, દુર્તીત શાબાદિક સાઠ હજાર કુમાર, વીર સેનાદિક એકવીસ હજાર વીરા, મહાન વિગેરે પચાસ હજાર મહાબલવંત એવા તાબેદાર મોટા મહર્તિક, તથા બીજા પણ શેઠ સાહુકાર, સાર્થવાહ વિગેરે હજારો લોકો અંજલિ જોડીને શ્રી કૃષ્ણની સેવા બજાવતા હતા. સોળહજાર રાજાઓએ વાસુદેવને ભક્તિ પૂર્વક વિવિધ રત્ન તથા બે બે સુંદર કન્યા આપી તે બત્રીસ હજાર કન્યાએમાથી સેળ હજાર કન્યાઓને કૃષ્ણ પરણ્યા. આઠ હજારને બલદેવ તથા આઠ હજાર કન્યાઓને બીજા કુમારે પરણ્યા. પછી કૃષ્ણ, રામ તથા બધા કુમાર રમણીય રમણીઓથી પરવારી ક્રીડા-ઉધાન તથા ક્રીડાયાદિમાં આનંદથી રમતા હતા. - હવે તેમને ક્રીડા કરતા જોઈને સમુદ્રવિજય રાજા તથા શિવાદેવીએ શ્રી નેમિકમારને પ્રેમપૂર્વક મીઠી વાણીથી કહ્યુંહે વત્સ! તને જોતાં સદાય અમારા લેચનને આનંદ છે. છતા ચાગ્ય કન્યાના પાણું ગ્રહણથી તે નયનોત્સવને અધિક બનાવ' ત્યારે જન્મથી સસાર પર વૈરાગ્ય ધરનારા ત્રણ જ્ઞાનસહિત શ્રી નેમિપ્રભુએ કહ્યું– ગ્ય કન્યાઓ મારા જોવામાં ક્યાઈ આવતી નથી. આ તે દુખમાં નાખે તેવી છે. તેથી એ સ્ત્રીઓની અમારે જરૂર નથી. જ્યારે ગ્ય કન્યાઓ મળી જશે, ત્યારે પરણીશ.” એ રીતે શ્રી નેમિએ ગંભીર વાણીથી પ્રકૃતિએ સરલ એવા પિતાના માતા-પિતાને વિવાહ કરવાના આગ્રહથી અટકાવ્યા. હવે યશોમતીને જીવ અપરાજીત વિમાનથી આવીને ઉગ્રસેનની ધારિણું રાણીના ઉદરે અવતર્યો. પૂર્ણ માસ થતા પુત્રને જન્મ થયે. પિતાએ તેનું રાજીમતી એવું નામ પાડ્યું. અસાધારણ રૂપ અને લાવણચવતી તે અનુક્રમે વધવા લાગી. હવે દ્વારકાવાસી ધનસેન એકીએ પિતાની કમલામેલા નામે પુત્રી ઉગ્રસેનના પુત્ર નભસેનને આપી. એક વખતે નારદ ભમતે ભમતે નસેન કુમારના ઘરે આવ્યા પરંતુ વિવાહમાં વ્યગ્ર મન હોવાથી તેણે તેને માન ન આપ્યું તેથી તેને અનર્થમા પાડવાની ઈચછાથી તેનારદ, રામપુત્ર નિષધના પુત્ર–શાંબ વિગેરેને અતિ વલ્લભ એવા સાગરચંદ્રના ઘરે ગયે. સાગરચઢે ઉભા થઇ સત્કાર કરીને તેને પુછયું કે-“હે દેવર્ષિ! તે થામણ કરતા કાઈ આશ્ચર્થ શું? કારણ કે હું કૈક જેવામા પ્રેમી છે. તે બેચે- જગતમાં આશ્ચર્થભૂત ધનસેનની કન્યા કમલાલાને અહીંજ મેં જોઈ છે. અને તે અત્યારેજ નભસેનને આપવામાં આવી ! એમ કહી ઉઠીને નારદ અન્ય સ્થળે ચાલ્યા ગયા. ત્યારથી સાગરચંદ્ર તેણીમાં આસક્ત થયે, મનમાં તેને જ ચિંતવતે અને મંત્રની જેમ મુખમા તેનું જ નામ જયતે હતા.પિત્તથી ઉન્મત્ત થયેલ જેમ સત્ર કનકને જુએ, તેમ તે સર્વત્ર તેનેજ જેતે હતે. પછી તેનાર કમલાલાના ઘરે ગ. ત્યાં સત્કાર કરીને તેણીએ તેને આશ્ચર્યથી પુછયું, ત્યારે તે ફટમતિ બે
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy