SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ - - - મતી ગામતિનું જીવન વૃત્તાત ૧૮૧ કે- હે ભદ્ર! મેં બે આશ્ચર્ય દીઠા. તેમાં એક રૂપસંપદામાં સાગરચંદ્રકુમાર અને બીજું કુરૂપમાં નભસેન.” તે સાંભળી તેણુ તત્કાલ નભસેનને મૂકીને સાગ રચંદ્રમાં આસક્ત થઈ. એટલે તેણીને રાગ જાણુને નારદે જઈ સાગરચંદ્રને કહ્યું. તેણીના વિરહસાગરમા પડેલ સાગરચંદ્રને જોઈને તેની માતા તથા બીજા કુમારે બહુ દુઃખ પામ્યા. ત્યારે ત્યા શામકુમાર આવ્યું, અને તેવી અવસ્થામાં બેઠેલ સાગરની તેણે મશ્કરીમા હાથવતી અને આખ ઢાંકી દીધી. ત્યારે સાગર બાલ્યા–અહો! શું કમલામેલા છે?” શબ બોલ્યા–આ હું કમલામેલા (લક્ષમીનો સંગમ કરાવનાર) છું.” એટલે સાગારચંદ્ર ફરી બા – ત્યારે તે તુજ મને કમલા મેળવી આપીશ. માટે બીજો ઉપાય વિચારવાની શી જરૂર છે?” તે વચનેને સ્વીકાર ન કર્તા છતાં શબને બધા કુમારોએ પ્રબલ મદ્યપીવરાવીને મનાવ્યું. પછી મરાવસ્થારહિત થતા તે વિચારવા લાગ્યા – અરે! આ દુષ્કર કાર્ય મેં કેમ કબુલ કર્યું ? પણ હવે તે તેને બજાવેજ છુટકે.” પછી પ્રકૃતિ વિદ્યાને યાદ કરીને શાંઘકુમાર બીજા કુમારની સાથે નભસેનના વિવાહના દિવસે ઉધાનમાં ગયે. ત્યાં સુરગવાટે ઘરથી કમલામેલાને મંગાવીને આસક્ત એવી તેણીને વિધિપૂર્વક સાગરચંદ્રની સાથે ગુપ્ત પરણાવી દીધી. હવે ઘરમા તેને ન જેવાથી તેના પીયર અને શ્વસુરપક્ષના માણસો આમતેમ જોતા તે ઉદ્યાનમાં આવ્યા, ત્યાં જેમણે વિદ્યાધરનું રૂપ કરેલ છે એવા ચાઇના મધ્યભાગમાં બેઠેલી તે કમલાલાને જોઈને તે બધાએ વિષ્ણુને વિનતિ કરી એટલે કૃષ્ણ ગાઢ ક્રોધાયમાન થતાં આવીને કમલામેલાને હરનાર એવા તેમને મારવાને માટે લડાવ્યા. કારણ કે તે કદી અન્યાયને સહન કરતે નહિ. ત્યારે તરતજ શાંબ પોતાનું સ્વરૂપ કરી કમલામેલા સહિત સાગરચંદ્રને લઈને કૃણુના પગે પડ્યો. તે બધું જોતાં કૃષ્ણ વિલક્ષ થઈને બોલ્યા- “અરે! આ તે શું કર્યું? કે બિચારા આશ્રિત આ નભસેનને તે આ પ્રમાણે છેતર્યો. ” “હવે આજે આ શાખને શું કરીએ?” એમ નભસેનને સમજાવ્યા પછી કેશવે કમલામેલા સાગરચંદ્રને જ આપી. એટલે વેર વાળવાને અસમર્થ નભસેન ત્યારથી સાગરચંદ્રના સદા છિદ્ર જેવા લાગ્યું. અહીં પ્રધુમ્નની વૈદભી અને અનિરૂદ નામે પુત્ર થયે, અને તે વન પામ્યા. તે વખતે તેનાઢ્ય પર્વત પર શુભનિવાસ નામના નગરમાં મહા બલવાન, મહા માની એ બાણ નામે વિદ્યાધર રાજ હતું તેની ઉષા નામની કન્યા અત્યતરૂપવતી હતી. તેણીએ પિતાને લાયક વલ્લભ મેળવવા મોટા નિશ્ચયથી ગૌરી વિદ્યાને આરાધી, તે સંતુષ્ટ થઈને બેલી– કૃષ્ણ વાસુદેવને પાત્ર દેવ સમાન અનિરૂદ્ધ તારે વર થશે.” વળી બાણે પણ ગોરી વિદ્યાને પ્રિય એવા શંકર નામના દેવને આરાધ, તેણે તેને રણભૂમિમાં અજાણું આપ્યું. એટલે
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy