SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રીકૃણવાસુદેવને રાજ્યાભિષેક હવે બીજે દિવસે સમુદ્રવિજય સહિત વાસુદેવને ત્રણ વિદ્યાધરીઓએ આવીને કહ્યું કે હે પ્રભો! પ્રદ્યુમ, શાંબ અને વિદ્યારે સહિત વસુદેવ અત્યારે જ આ આવે છે તેનું ચેષ્ટિત સાંભળે આ સ્થાનથી પ્રદ્યુમ્ન, શાન અને વિવારે સાથે વસુદેવ વૈતાહવ્યપર ગયો. ત્યાપક, નીલકંઠ, અંગારક, માનસંગ વિગેરે બધા પૂર્વના વેરીઓએ મળી મળીને તેને લડાવ્યા. તે યુદ્ધમાં ગઈ કાલે નજીકના દેવતાએ કહ્યું–જરાસંધને મારીને કૃષ્ણ વાસુદેવ થયા. તે સાંભળીને બધા વિદ્યાધરેએ સંગ્રામતજીને વિદ્યાધરના સ્વામી મદરવેગને વિનંતિ કરી. તે સાંભળીને તેણે પણ તેમને જ આદેશ કર્યો કે“અરે! તમે બધા ભેગા થઈ હાથમાં લેટ લઈ આવે. વસુદેવ મારફતે આપણે હરિના શરણે જઈશું.” એમ કહી વસુદેવની પાસે જઈ તે વિદ્યાધરપતિએ પિતાની હેન પ્રદ્યુમ્નને આપી. બીજા ત્રિપથર્ષભરાજાએ પણ પોતાની પુત્રી તેનેજ આપી તથા દેવર્ષભ અને વાયુપથ રાજાએ પોતાની પુત્રીઓ પરમાનંદથી શાંખકુમારને આપી. તે બધા વિદ્યાધર રાજાઓ વસુદેવની સાથે આજે આવે છે. અગાઉથી તમને કહેવાને અમને મોકલી છે” એમ તે વૃદ્ધ વિદ્યાધધરીઓ કહે છે. તેવામાં તરત વિદ્યાધર શાંબ અને પ્રદ્યુમ્ન સહિત સર્વને નયનના ઉત્સવરૂપ વસુદેવ ત્યાં આવ્યા. તે બધા વિદ્યાધરએ સુવર્ણ રત્ન વિવિધ સુક્તાફળ, હાથી, ઘોડા અને પદાતિઓથી હરિનો સત્કાર કર્યો. પછી કેશવે જયસેન વિગેરેનું પ્રેત કાર્ય કર્યું. સહદેવે જરાસંધ વિગેરેનું પ્રેતકાર્ય કર્યું. એ રીતે પતિ અને પિતાને કુળ સહિત સંહાર જઈને તે જીવયશા જીવતી અગ્નિમાં પેઠી અને પિતાની પ્રતિજ્ઞા તેણે પૂર્ણ કરી. જ્યાં થાએ આનંદકર્યો, ત્યાં સેનાપલ્લી ગામને ઠેકાણે જનાર્દને આનંદપુર કર્યું, તથા છેડે છે. ત્યા શખપુર નામનું નવીન નગર વસાવ્યું અને ત્યા પોતે કરાવેલ પ્રાસાદમાં કૃષ્ણ મહારાજે શ્રી પાર્શ્વનાથનું બિંબ સ્થાપન કર્યું. પછી તે સ્થાનથી વિદ્યારે અને મનુષ્યોથી પરવારેલ વિષ્ણુએ છમહિનામાં ભરતાર્થને સાધ્યું અને પછી તે મગધ દેશમાં ગયે ત્યાં એક જન વિસ્તૃત અને એક જન લાંબી તથા ભરતાર્ધમાં રહેતી દેવ-દેવીઓથી અધિષિત એવી ટિશિલા નામની મહાશિલાને કૃષ્ણ પિતાના ડાબા હાથવતી પૃથ્વીથી ચાર અંગુલ ઉંચે ઉપાડી. તે મહાશિલાને પ્રથમ વાસુદેવ ભુજાના અગ્રભાગ સુધી ઉપાડે બીજે મસ્તક સુધી, ત્રીજો કંઠ સુધી, એથે છાતી સુધી, પાંચમે હદય સુધી, છો કેડ સુધી, સાતમે બે જ ઘા સુધી, આઠમ જાનું (ઢીંચણ) સુધી અને નવમ વાસુદેવ ભૂમિથી ચાર આંગળ ઉચે ઉપાડી શકે છે. કારણ કે અવસર્પિણ કાળમાં અનુક્રમે તે ક્ષીણ બળવાળા થતા જાય છે. પછી કુણ દ્વારકાનગરીમાં આવ્યો ત્યાં સેળ હજાર રાજાઓ તથા દેએ ભક્તિપૂર્વક વાસુદેવના પદ પર તેને અભિષેક કર્યો ત્યાર બાદ વિષ્ણુએ પાંડને કુરૂદેશ તરફ, તથા બીજા મનુષ્યો અને વિદ્યાધરને પિત પિતાના સ્થાન તરફ વિદાય કર્યો. હવે સમુદ્રવિજયાદિક દશ બલવત
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy