SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રદ્યુમ્નકુમારને જન્મ અને પૂર્વભવ. ૧૩૫ અગ્નિભૂતિ અને વાયુભૂતિ બને ગર્વિષ્ઠ થઈને બોલ્યા કે—“હે જૈન મતથી વાસિત મતિવાળા ! હે વેતાબર! જે કઈ શાસ્ત્રાર્થ જાણતા હોય, તે કહે” ત્યારે નંદિવર્ધનના અવધિજ્ઞાની સત્ય નામના શિષ્ય તે બનેને પૂછયું કે–તમે કયાંથી આવ્યા છો?” એટલે તેમણે – શાલિગ્રામથી આવ્યા છીએ'એમ તેને કહ્યું. ત્યારે સત્ય મુનિએ ફરી પૂછયું કે–અરે ! હું એમ નથી પૂછતો, પરંતુ કયા ભવથી તમે માનવપશુ પામ્યા–એમ તમારી અતીત વાત પૂછું છું જે કંઈ જાણતા હતા તે સવર બોલો.” ત્યારે જ્ઞાનવર્જિત તેમણે લજજાને લીધે નીચે મુખ કરી દીધું. એટલે સત્ય તેમને પૂર્વભવ કહેવા લાગ્યું કે “અહો ! બ્રાહ્મણે!પૂર્વ ભવમા તમે આ ગામના વનમા માંસના લુપી બે શીયાળ હતા. એક વખતે કઈ ટુંબીએ ક્ષેત્રમાં રાત્રે ચર્મની દોરડી મૂકી, તે વરસાદથી રજાઈ ગઈ, તે તમામ તે મને શીયાળવા ખાઈ ગયા, અત્યાહારથી મરણ પામીને પિતાના કર્મો તમે બંને આ ભવે સેમદેવ વિપ્રના પુત્ર થયા છે, પછી પ્રભાતે તે ખેડત બધું ખવાઈ ગયેલું જોઈને પિતાના ઘરે ગયે. કેટલીક વખત ગયા પછી તે ખેડુત મરણ પામીને પિતાની પુત્રવધુને પુત્ર થયે, અને જાતિસ્મરણ જ્ઞાનને પામતાં તે–પુત્રવધુને માતા અને પુત્રને પિતા શી રીતે હું કહું?” એમ ધારીને ૫ટથી જન્મને સુ થયે છે જે તમને વિશ્વાસ ન આવતો હોય, તે તેને પૂછે કે જેથી પોતાનું સુ ગાપણું તજીનેતે આ વૃતાત તમને કહી બતાવશે.ત્યારે વિસ્મય પામેલેકે તરતજ તે મની ખેડુતના પુત્રને ત્યા લઈ આવ્યા. એટલે સત્યમુનિ બેલ્યા કે–“હે ખેડુત!તું શરૂઆતથી પોતાને પૂર્વ ભવ કહે. પિતા પુત્ર થાય અને પુત્ર પિતા થાય, એવીજ પ્રાય: આ સંસારની સ્થિતિ છે. માટે પૂર્વજન્મ સં. બંધી લજજા અને મનને ત્યાગ કર.” ત્યારે પિતાની વાત સાંભળી હર્ષ પામેલ તે ખેડુત મુનિને પ્રણામ કરીને સર્વ લોકોના સાંભળતા તે જ પ્રમાણે પિતાને પૂર્વભવ કહી સંભળાવ્યા. તેથી ઘણા જનોએ ત્યાં દીક્ષા લીધી, તે કેટુંબિક પ્રતિબોધ પામે, અને તે અને બ્રાહ્મણ, લેકના હાંસીપાત્ર તથા વલખા થઈને પિતાને ઘરે ગયા. પછી વૈર કરતા તે બંને રાત્રે હાથમાં તરવાર લઈને તે સુનિને મારવાને આવ્યા, ત્યારે સુમનયક્ષે તરત જ તેમને ખલી દીધા, અને પ્રભાતે તેમના માતાપિતા અને લોકોએ તેમને આકંદ કરતા દીઠા. તે વખતે સુમનયક્ષ પ્રત્યક્ષ થઈને બોલ્ય–સુનિને મારવાને તૈયાર થયેલા આ દુર્ણ દુર્મતિઓને મે સ્ત ભી દીધા છે, જે એ બને દીક્ષા ગ્રહણ કરે, તે એમને મુક્ત કરૂં, અન્યથા નહિ.” ત્યારે તે બને બોલ્યા કે- સાધુધર્મ દુષ્કર છે, માટે અમે શ્રાવકધર્મને સ્વીકાર કરીશું” એમ તેમણે કહ્યું, એટલે યક્ષે તેમને મુક્ત કર્યા ત્યારથી તે અને યથાવિધિ જેન ધર્મ પાળતા હતા, પરંતુ તેમના માતાપિતા તે લેશ પણ આત ધર્મ પાયા નહિ. પછી અગ્નિભૂતિ અને વાયુભૂતિ મરણ પામીને સાધર્મ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy