SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૪ શ્રી નેમિનાથ ચરિત્ર – વિદ્યારે પુત્રને જન્મ મહોત્સવ કરીને શુભ દિવસે દિશાઓને પ્રોતિત કરવાથી તેનું પ્રદ્યુમ્ન એવું નામ રાણું. હવે રૂકિમણુએ આવીને કૃષ્ણને પૂછયું કે-હે નાથ! તમારે પુત્ર ક્યાં ? ત્યારે–“હમણાંજ તે લઈ લીધ” એમ વિષણુએ તેને કહ્યું. એટલે-“હે નાથ! મને શા માટે છેતરે છે?” એમ તેણીએ ફરીને કૃષ્ણને કહ્યું. ત્યારે—મને કઈ છળ કરીને છેતરી ગયા છે” એમ જાણી તેણે પુત્રની બહુ રીતે તપાસ કરાવી, પણ પુત્રના સમાચાર કયાંથી પણ ન મળવાથી રુકિમણી મૂચ્છ ખાઈને ધરણપર ઢળી પડી, અને સાવધાન થતાં પરિજનોની સાથે અત્યંત કરૂણ સ્વરે તે રૂદન કરવા લાગી. તેને જોઈને ચાદ, યાદવાની સ્ત્રીઓ તથા બધા લોકો સંતાપ પામ્યા, પરંતુ એક સત્યભામા પિતાના પરિવાર સહિત હર્ષ પામી, “ આવા સમર્થ કણને હજી પણ પુત્રના સમાચાર કેમ ન આવ્યા ?” એમ બોલતી કિમણીએ કણને અત્યંત દુખી બનાવી દીધો. એવામાં એક વખતે સર્વ યાદની સાથે ઉગ પામેલ વિગની સભામાં નારદ આવી ચઢ્યા, અને “આ ?’ એમ બે ત્યારે કૃમણે કહ્યું-તરત જન્મેલે રૂકિમણીને પુત્ર મારા હાથમાથી કઈક હરી ગ. હે ભગવન ! તમે કંઈ તેના સમાચાર જાણે છે?” નારદ બોલ્યાઅહીં મહાજ્ઞાની અતિમુક્ત ઋષિ હતા, તે તે ક્ષે ગયા. અત્યારે ભરતક્ષેત્રમાં તેના જેવા કે જ્ઞાની નથી. માટે હે કૃષ્ણ! પૂર્વ મહાવિદેહમા જઈને હું સિમંધર સ્વાએિને પૂછું એમ સાભળતાં હર્ષ પામેલ કૃષ્ણ અને અન્ય યાદવેએ પૂછને નારદને વીનવ્યા, એટલે તે તરત સિમંધર સવામી પાસે ગયા. સમવસરણમાં બિરાજમાન જિનૈને નમસ્કાર કરીને તેણે પૂછયું કે “હે ભગવન! કૃષ્ણ અને રુકિમણીને પુત્ર અત્યારે કયાં છે?” ભગવંત બોલ્યા–પૂર્વભવને વૈરી ધૂમકેતુ દેવછલથી કૃષ્ણના પ્રદ્યુમ્ન નામના પુત્રને હરી ગયે તેણે વિતાલ્ય પર્વતમાં શિલાપર મૂર્યો, પરંતુ તે મરણ પામ્યું નથી, કારણકે ચરમ શરીરી હાવાથી ઈદ્ર પણ તેને મારી ન શકે. પછી પ્રભાતે જતા કાલસ વર વિદ્યાધર રાજાના તે જેવામા આવ્યે. તેણે પોતાની પત્નીને તે પુત્ર તરીકે આપે. અત્યારે ત્યાં સુખ પૂર્વક વૃદ્ધિ પામે છે.” એમ, સાંભળીને ફરી નારદે પૂછયું કે-પૂર્વ જન્મમા તેની સાથે ધુમકેતુનું વેર શી રીતે થયુ?” એટલે ભગવંત બોલ્યા કે “આજ ભરતક્ષેત્રને વિશે મગધ દેશમા આવેલા શાલિગ્રામમાં મનોરમ નામે ઉદ્યાન છે. તેને સુમન નામે યક્ષ અધિષ્ઠાયક હતા. તે ગામમા સામદેવ નામે બ્રાહા હતા તેની અનિલા નામની ભાર્થીને અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે વેદાર્થને જાણનારા બે પુત્રો થયા તે અને ત્યા વિદ્યાથી વિખ્યાત થયા અને ચિવન પામતા વિવિધ ક્ષેગ ભેગવતાં તે મહેન્દ્રત થયા. એક વખતે તે મને રમ ઉપવનમાં નંદિવર્ધન ના આચાર્ય પધાર્યા, લેકએ આવીને તેમને વાલા. પરંતુ '
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy