SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ ચરિત્રદેવલેકે છ પલ્યોપમના આયુષ્યવાળા દેવતા થયા, ત્યાંથી આવીને ગજપુરમા અહંદૃાસના પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામે બે પુત્ર પૂર્વભવના ક્રમથી શ્રાવક થયા છે. એક વખતે તે નગરમાં મહેંદ મુનિ આવ્યા, તેમની પાસે ધર્મ સાંભળીને અર્વાસ રોકીએ દીક્ષા લીધી. તે પૂર્ણભદ્ર અને માણિભદ્ર પણ તે મુનિને વંદન કરવા જતાં રસ્તામાં ચંડાલ અને કુતરી નેઈ, એટલે તરત તેમના પર સનેહાળ થયા. તેથી સુનિ પાસે આવી, નમીને તેમણે પૂછયું કે-“હે ભગવન ! એ ચંડાલ કેશુ? અને કુતરી કાણ? કે જેમને જોતા અમને સ્નેહ થ.” ત્યારે સાધુ સ્થા–“અગ્નિભૂતિ અને વાયુભૂતિના ભવમાં તમારે એમદેવ વિક પિતા અને અનિલા નામે માતા હતાં. તે પિતા મરણ પામીને આજ ભરતત્રમાં શંખપુરનો જિતશત્રુ નામે રાજા થયે, તે પરસ્ત્રીમાં અત્યંત આસક્ત હતો. અનિલા પણ મરણ પામીને તેજ નગરમા સોમભૂતિ બ્રાહ્મણની રમણ નામે સી થઈ, એક વખતે પોતાના ઘરના આંગણુ પાસેથી જતી તે રૂકમણીને જિતશત્રુ રાજાએ જોઈ, અને તરત તે કામવશ થઈ ગયા પછી એમબ્રતિપર એક આપ ચડાવીને રાજાએ તેને પોતાના અંતપુરમાં રાખી તેથી તે બ્રાહ્મણ, તેના વિરહથી આતુર થતે જાણે અગ્નિમાં મગ્ન થયે હોય તે થઈ ગયે. જિતશત્રુ રાજા તેણીની સાથે એક હજાર વરસ લેગ ભેગવી, મરણ પામીને નરકમાં ત્રણ પાપમના આઉખાવાળા નારક થયો ત્યાંથી ચવીને મૃગ થયે, તેને શિકારીઓએ મારી નાખ્યું. ત્યાંથી માયામંદિર (કપટના ઘર) રૂપાણીને પુત્ર છે. તે પણ મરણ પામીને હાથી થયે. દેવગે જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે હાથી અનશન કરીને મહારમે દિવસે મરણ પામી ત્રણ પલ્યોપમના આયુષ્યવાળે વૈમાનિક દેવ થયે. ત્યાંથી ચવીને આ ચંડાલ થયે છે, અને તે રૂકમણી ઘણા ભ ભમીને આ કુતરી થઈ છે. તેથી તમારે એમના પર નેહ થાય છે.” તે સાંભળી પ્રાપ્ત થયેલ જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્ણભદ્ર અને માણિભદ્રે તે ચંડાલ તથા કુતરીને પ્રતિબોધ આપ્યો તેથી વિરક્ત થયેલ ચંડાલ એક મહિના અનશન કરીને મરણ પામી તે નદીશ્વર દ્વીપમાં દેવ થયે તે કુતરી પણ પ્રતિબાધ પામી, અનશન કરી, મરણ પામીને તેજ શંખપુરમાં સુદર્શના નામે રાજપુત્રી થઈ. ફરીને પણ તે મહેંદ્ર સાધુ ત્યા આવ્યા, ત્યારે તે અહçસના પુત્રોએ ચંડાલ અને કુતરીની ગતિ પૂછતા મુનિએ બધુ કહી બતાવ્યું. એટલે તેમણે જ પ્રતિબોધેલી રાજકુમારી દીક્ષા લઈને દેવકે ગઈ. તથા તે પૂર્ણભદ્ર અને માનિ. ભ૮ શ્રાવકધર્મ પાળી, મરણ પામીને સાધમ દેવલોકમાં સામાનિક દેવ થયા. ત્યાથી ચવીને તે મને હસ્તિનાપુરમા વિશ્વસેન રાજાના મધુ અને કૈટભ નામે ત્રા થયાહવે તે નંદીશ્વરદ્વીપનો દેવ ચવીને ચિરકાલ ભવ ભમી વટપુરમાં કનકાલ નામે રાજા થયે, અને તે સુદર્શના સ્વર્ગથી ચવીને ઘણે સંસાર ભમી
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy