SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કૃષ્ણ વાસુદેવને જન્મ ૧૦૦ ઉઠી, તેને ગ્યાસને બેસારી, પિતાને હાથ ફેરવતાં તે – હે મિત્ર! તું મારા પ્રાણ કરતાં પણ મને વધારે વહાલો છે, તેથી કઈક જાણે કહેવાની તારી મરજી હોય એમ દેખાય છે. માટે કહે, જે તું બેલે, તે હું કરું ત્યારે કંસ અં જલિ જોડીને બોલ્યા- “હે મિત્ર ! આગળ પણ જરાસંધ રાજા પાસેથી છવયશા અપાવતાં તેમને કૃતાર્થ કર્યો, અને હવે દેવકીના તરત જન્મેલા સાત ગ તુ મને સેપી દેજે, અત્યારે તારી પાસે હું એટલુંજ માગું છું. તે સાંભળીને સરલ ચિત્તવાળા વસુદેવે કબુલ કરી લીધુ, પરમાર્થને જાણતી દેવકીએ પણ કહ્યું કે હે કંસ! ભલે એમ થાય. વસુદેવના અને તારા પુત્રોમાં જુદાઈ નથી. વિધાતાની જેમ તેં જ અમારે ચોગ કરી આપે છે. તેથી આજ શું તું અનધિકારી થઈ ગયે, કે આમ બેલે છે?' વસુદેવ –“હે સુભ્ર ! બહુ બોલવાની જરૂર નથી. તારા તરતના જન્મેલા સાત ગલ કસને સોંપી દેજે. તે વખતે મદિરાપાનને ડાળ રાખીને કરો વસુદેવને કહ્યું કે તમે મારી ઉપર આ એક મેહેરબાની કરી.” પછી તે ઉન્મત્ત, વસુદેવની સાથે મદિરાપાન કરીને પોતાના ઘરે ગ. પાછળથી અતિમુક્ત મુનિને વૃત્તાંત વસુદેવના સાંભળવામાં આવ્યું, ત્યારે અહા! કંસ મને છેતરી ગયે.” એમ સત્યવાદી તે વસુદેવને પશ્ચાત્તાપ થઈ પડ્યો. હવે ભદિલપુર નગરમાં નાગ નામે એક મોટે શેઠ હતું. તેની મુલાસા નામે સ્ત્રી હતી. તે બને પરમ શ્રાવક હતા. સુલસાને બાલ્યાવસ્થામાં અતિસૂક્ત ચારણુર્ષિએ કહ્યું હતું કે--આ બાલા મૃતવત્સા (મૃત બાલ જેને અવતરે એવી) જ થશે. ત્યારે તપથી તેણે હરિભેગમેથી દેવને આરાધે, તે સંતુષ્ટ થયે, એટલે તેની પાસે પુત્રની માગણી કરી, ત્યારે અવધિજ્ઞાનથી જાણીને તે સુલસાને કહેવા લાગ્યા કે “હે સુલસે ! કશે મારવાને માગેલા દેવકીના ગર્ભે ગર્ભસંચારથી હું તને આપીશ” એમ કહીને તે દેવે પોતાની શક્તિથી દેવકી અને સલસાને સાથે રજસ્વલા કરી, એટલે તે સાથે સગર્ભા થઈ અને સાથે પ્રસવ વાળી થઈ. તે દેવે સુલસાને મૃત ગર્ભ દેવકીમા સંચાર્યો અને દેવકીને ગર્ભ સુલાસાને આગે. એ રીતે તે દેવકી અને અલસાના છ ગર્ભોનું તેણે પરાવર્તન કર્યું. કસ પણ તે મૃત ગર્ભોને શિલાપર ગાઢ રીતે પછાડતા હતા. દેવકીના તે છએ પુત્રે તે સુલસાના ઘરે પિતાના પુત્ર પ્રમાણે ધાવણ ધાઈને ઉછર્યા. તેમનાં નામ નીચે પ્રમાણે અનીકથશા, અનંતસેન, અજિતસેન, નિહતારિ, દેવયશા, અને શત્રુસેન. - હવે એક વખતે તુસ્નાતા દેવકીએ પ્રભાતે ગજ, સિંહ, સૂર્ય, વજ, વિમાન, પાવર અને અગ્નિ-આ વાસુદેવના જન્મને સૂચવનારાં સાત સ્વને જોયાં, અને મહાશુક્ર દેવલોકથી ગગદત્તને જીવ ચવીને તેની કુખે અવતર્યો. નિધાનભૂમિ જેમ રત્નને ધરે, તેમ દેવકીએ ગર્ભ ધારણ કર્યો, અને શ્રાવણ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy