SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રી નેમિનાથ ચરિ– આવવાનું કારણ પૂછયું. એટલે કંસ બેલ્યો – ગ્ય દેવકી વસુદેવને અપાવવા માટે હું અહીં આવ્યો છું, એ આવવાનું કારણું.” ત્યારે દેવકલ્યા –કન્યાને માટે વર પિતે આવે, એ વિધિ નથી માટે એને હું દેવકી આપીશ નહિં.” એમ સાભળીને તે બને વિલક્ષ થઈ પિતાના સૈન્યના પડાવમાં ચાલ્યા ગયા, અને દેવક અંતઃપુરમાં આચ્ચે, એટલે દેવકીએ હર્ષથી તેને નમસ્કાર કર્યો, ત્યારે તેણે આશિષ આપી કે-“હે પુત્રી! તું લાયક વરને પામ' પછી દેવકે પિતાની રાણીને કહ્યું કે આજે કસે વસુદેવને દેવકી અપાવવા માટે મારી પાસે માગણી કરી, પણ તેને વિરહ સહન કરવાને અસમર્થ એવા મે તેને દેવકી આપી નહિ.” તે સાંભળતાં રાણ ખેદ પામી, અને દેવકી પણ દુખાતુર થઈ રેવા લાગી, ત્યારે તેને ભાવ જાણુને દેવક બોલ્યો – ખેદ કરવાની જરૂર નથી, તમને પૂછવાને હું અહીં આવ્યો છું એટલે રાણુ બેલી-દેવકીને વસુદેવ વર લાયક છે, એને વરવાને માટે લાગ્યો એ પોતે જ અહીં આવી ચડશે.” એમ સાંભળી દેવકે મંત્રીને મોકલીને પૂર્વે અપમાન પહોંચાડેલ કસ અને વસુદેવને તરતજ બોલાવ્યા પછી પવિત્ર દિવસે ગવાતા ધવલમગલ અને મોટા ઓચ્છવ પૂર્વક તે વસુદેવ અને દેવકીને વિવાહ થયે. કાચનમા દેવકે વસુદેવને બહુ સુવર્ણાદિક અને કોટિ ગાય સહિત દશ ગોકુલને સ્વામી નંદ આપ્યા પછી નંદ સહિત વસુદેવ અને કસ મથુરા નગરીમાં આવ્યા, અને ત્યાં કસે મિત્રના વિવાહને ઓચ્છવ માર્યો. હવે પૂર્વે જે દીક્ષા લીધી છે એ કંસનો નાનો ભાઈ અતિસુક્તમુનિ તપથી દુર્બળ શરીરવાળા તે પારણુને માટે કસના ઘરે આવ્યા. ત્યારે કંસની જીવયશા પત્ની મદ્યપાનથી ઉન્મત્ત થયેલી તે સાધુને જોઈને બોલી–“હે દેવર ! આ મહોત્સવમા તું ઠીક આવી પહોંચે. મારી સાથે તુ નાચ અને ગાયન કર.” એ રીતે તેના કંઠે વળગીને તેણીએ ગૃહસ્થની જેમ તે સાધુની અનેક પ્રકારે કદથના કરી, એટલે તે જ્ઞાની ખેદ પામતા બોલ્યા કે—જેના નિમિત્તે આ ઓચ્છવ થાય છે, તેને સાતમો ગર્ભ તારા પતિ અને પિતાને મારશે. તેનું આ ભયંકર વચન સાંભળીને તત્કાળ ભયથી કંપતી અને મદ્યપાનના મદરહિત થયેલ છવયશાએ તે સુનિને મૂકી દીધે, અને તરત જઈને તેણે કંસને તે વાત કહી. ત્યારે કંસ વિચાર કરવા લાગ્યા કે–વજ કદાચ નિષ્ફળ જાય, પણ સુનિએ કહેલ વચન અન્યથા તે નજ થાય. અથવા જ્યા સુધી કેઈને ખબર નથી, ત્યાં સુધી દેવકીના સાતે ગોંની વસુદેવ પાસે માગણી કરી લઉ, પછી માથાં છતાં જે એ વસુદેવ મિત્ર ગર્ભે મને આપશે નહિ, તે બીજો ઉપાય લઈશ કે જેથી પિતાને હરક્ત ન થાય? એમ ધારીને પોતે મદરહિત છતાં મદાવસ્થાને બતાવતો તે કંસ વસુદેવ પાસે ગયો અને ફરથી તેણે આજલિ જેડી, એટલે વસુદેવ પણ એકદમ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy