SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ શ્રી નેમિનાથ ચરિ– છું' કુજ એલ્ય–“હે રાજન ! તુ ખેદ ન કર તને અ૫ વખતમા પણ હું કુંઠિનપુમાં લઈ જઈશ, અશ્વસહિત રથ મને સેપી દે” એટલે રાજાએ ખુશી થઈને કહ્યું કે–તારી ઈચ્છા મુજબ લઈ લે પછી મુજે સુંદર રથ અને નામીચા બે ઘોડા લીધા તેને સર્વ રીતે દક્ષ જોઈને રાજા વિચારમાં પડયો કે આ કોઈ સામાન્ય પુરૂષ નથી, દેવ કે વિદ્યાધર હશે.” હવે રથને તૈયાર કરીને મુજે રાજાને કહ્યું કે–“હે રાજન્ ! રથ પર બેસે. પ્રભાતે હું તમને કુડિનપુર પહોચાડી દઈશ.' ત્યારે રાજા, સ્થગીધર (પાન બીડુ આપનાર) છત્રધર, બે ચામર ધરનારા, અને કુમ્ભ-એમ છ માણસ તે રથ પર બેઠા. પછી દેવતાએ આપેલ બિલ્ડ અને રત્નકરડકને વસવતી કેડમા ગાંધી, ૫ચ નમસ્કારને સંભારીને તે રથ ખેડવા લાગ્યું. નલ જેના અશ્વો ચલાવી રહ્યો છે એ તે રથ આકાશમાં દેવ વિમાનની જેમ ચાલે, એવામાં રથના વેગને લીધે પવનથી ઉડેલ રાજાનું ઉત્તરીય રસ પડી ગયું અને પડતા જાણે નલના ઓવારણા લેતું હોય તેમ જોવામાં આવ્યું, ત્યારે રાજાએ કુજને કહ્યું –એક ક્ષણવાર રથને થા, કે જેથી પક્ષીની જેમ ઉી ગયેલ વસ્ત્રને હું લઈ લઉં” એમ તેણે કુજને જેટલામા કહ્યું, તેટલામા રથ પચીશ પેજન આગળ નીકળી ગયે. એટલે કુછજે હસતા હસતા કહ્યું કે રાજન ! તારું વસ્ત્ર કયા છે? વસ્ત્ર પડયા પછી આપણે પચીશ જન આગળ નીકળી આવ્યા. આ અવે મધ્યમ છે, પણ જે ઉત્તમ હેય, તે એટલીવારમાં પચાસ વૈજન કાપી જાય.” હવે દક્ષિપણે રાજાએ દૂરથી અનેક ફલથી ત્રાસ એવું બિભીતક નામનું વૃક્ષ જોયુ. તેને જોતા રાજાએ સાર ચિને કહ્યું કે- આ વૃક્ષમા જેટલાં ફળે છે, તે ગયા વિના પણ હું જાણું છું, પાછા વળતા હું તને એ કેતુક દેખાઈશ.” કુજ બે –હે રાજન! કાલશેપથી કેમ કરે છે? અશ્વકળાને જાણનાર હુ સારથિ છતા તારે કોઈ ચિંતા ન કરવી. એક મુષ્ટિ પ્રહારથી તારી આગળ હું બધા ફળ પાડી નાખીશ.” રાજા –“હે કુજી ! તે તું ફલેને પાઠ અને કેતુક જોઇલે, તે અઢાર હજાર છે.” પછી મુજે તે ફળો પાડયા અને ગણતાં તે તેટલાજ થયા એક એછું કે અધિક ન થયું, ત્યારબાદ દકિપણે માગણી કરતા કુંજે અશ્વપરીક્ષાની વિદ્યા આપી અને રાજા પાસેથી તેણે યથાવિધિ સંખ્યા વિધા લીધી પ્રભાતે જેને કુજ સાથિ છે એ તે રથ કડિકપુરની પાસે આવ્યું, એટલે દધિપણું રાજાનું સુખ વિકસિત થયું, તેજ વખતે પ્રભાતે દવતીએ સ્વપ્ન જોયું અને હર્ષ સાથે જોયું તેવુ તેણે પિતાની આગળ કહી બતાવ્યું કે–“હે તાત! સુખે સુતેલી મેં આજ પ્રભાતે નિતિદેવી જોઈ, અને તેણે અહીં લાવેલ કેશલાનગરીનું ઉદ્યાન મેં આ કાશમા જોયું, તેમાં પુષ્પ અને ફલયુક્ત સહકાર (આમ્ર) વૃક્ષ જોયું, તેની આ જ્ઞાથી હું તે વૃક્ષ પર ચડી અને તેણે મને હાથમાં વિકસ્વર કમલ આપ્યું. હું ત્યાં ચડતાંજ એક કઈ પક્ષી પૂરે ચડી બેઠું હતું તે તરતજ જમીન પર પડી ગયું.”
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy