SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ નળદમયતીનું ચરિત્ર કહીને સ્નાન, ભેજનાદિકથી તેને સત્કાર કર્યો, અને દધિપણું રાજાએ જે આભરણાદિક આપ્યાં હતા, તે તેણે વિપ્રને આપી દીધાં પછી કુશલ વિપ્ર કુશલે કુંડિનપુર પહો અને ત્યા ભીમરથ રાજાને જોવામાં આવેલ કુજનું સ્વરૂપ કહી બતાવ્યું. મુજે જેમ હાથીને વશ કર્યો હતે, અને નજરે જોયેલ સૂર્યપાક રસ વતી તેણે કહી સંભળાવી, તથા સુવર્ણની માળા, લાખ ટકા અને વસ્ત્ર, આભરણુંદિક જે કુત્તે આપ્યા હતા તે દેખાડયાં, તથા પિતાના લેકનું ગાન પણ કહી સંભળાવ્યું તે સાભળીને સતી દવદતી બેલી કે તે નલજ આવું વૈરૂધ્ય કોઈ આહારના અગર કર્મના દોષથી પામ્યા હશે. કારણકે-હાથીની શિક્ષાનું આવું કેશલ, આવું અદ્ભુત દાન અને સૂર્ય પાક રસવતીએ નલ વિના કેઈને હાય જ નહિ. માટે હે તાત! તે કુજને ગમે તે રીતે અહી લાવે કે જેથી ઈશિતાદિ ચેષ્ટાથી હું પિતે જોઇને પરીક્ષા કરૂં.” એટલે ભીમરથ રાજા બોલ્યો-“હે પુત્રી ! તારો મિથ્યા સ્વય વર માડીને દધિપણું રાજાને બોલાવવાને દૂત મોકલીએ, તારે સ્વયંવર સાભળીને દધિપણું આવશે, કારણકે તે પ્રથમ પણ તારામાં લુબ્ધ હતું, પણ તું તો નલને વરી. દધિપણુની સાથે તે મુજ પણ આવશે. કારણકે જે તે નલ હશે, તે પોતાની પ્રિયા બીજાને અપાતી તે સહન કરી શકશે નહિ, નલ અશ્વની કળા (પરીક્ષા) ને જાણનાર છે, માટે જે તે કુજ નલ હશે, તે પિતે રથને ચલાવતા રથના અશ્વોથી જ તે જાણવામાં આવી જશે. કારણકે નલથી પ્રેરા યેલા અન્ય વાયુના વેગે જાય છે, જાણે તે અશ્વરૂપે વાયુ હોય તેવા દેખાય છે. હે પુત્રી! આપણે નજીકને દિવસ જણાવીશું ત્યારે જે આવશે તે નલજ હશે. કારણકે સ્ત્રીને પરાભવ કઈ સહન કરતું નથી, તેનલરાજાનું શું કહેવુ?” એ નિર્ણય કરીને ભીમરથ રાજાએ દૂત મોકલી દધિપર્ણને પંચમીના દિવસે બેલા. ત્યારે ત્યા જવાને ઉસુક એવે તે રાજા મનમાં ચિંતવવા લાગ્યા–“દવતીને મેળવવાની બહુ ઈચ્છા છે, પણ તે બહુ દૂર હોવાથી આવતી કાલે ત્યાં કેમ પહેચાય? * હવે શું કરવું ?” એમ ચિંતવતા અ૫ જલમાં મતસ્યની જેમ તે ખેદ પામ્યું. ત્યારે કુજે વિચાર્યું કે- સતી દવદંતી બીજા પુરૂષને વાંછે નહિ, અથવા ઈરછે. તે હું હયાત છતા બીજે કેણુ તેને લઈ શકે? હું દધિપણને છ પહોરમા કંડનપુરમા પોંચાડી દઉ કે જેથી એની સાથે મારે પણ પ્રાસંગિક જવાનું થઈ જશે? એમ ધારીને તેણે રાજાને કહ્યું–રાજન ! તુ ખેદ ન કર, કારણ કહી દે. કારણ કે રેગ જાથા વિના રાગીની પણ ચિકિત્સા ન થાય”રાજા બોલ્યા- “હે કુજ ! નલરાજા મરણ પામે, એટલે ફરીને પણ કાલે ચૈત્રી શુદી પાંચમના દિવસે તે કવંદતીને સવયંવર થશે, પણ તે વખતને હવે છ પહારજ બાકી છે. આ બહુજ ટુંકા વખતમાં હું ત્યાં શી રીતે જઈ શકીશ. દૂત પણ જે રસ્તેથી ઘણા દિવસે પહએ, તે તે હું દેહ દિવસમાં કેમ પહોચું? તેથી તેના પર હુ વૃથા લુબ્ધા ૧૩.
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy