SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ . નળદમયતીનું ચરિત્ર, - - - - - - હું સૂર્યપાક રસવતી (રઈ) જાણું છું, તે જોવાની શું તારી ઈચ્છા છે?' એટલે રાજાએ હા કહી, કેતુકથી પિતાના ઘરે આવી ચાખા વિગેરેની બધી સામગ્રી તેને અર્પણ કરી, ત્યારે તેણે પણ તેને સૂર્યના આતમા મૂકીને સૂર્યવિદ્યાને સંભારતાં તરત દિવ્ય રસવતી તૈયાર કરી આપી. જાણે કલ્પવૃક્ષ : આપેલ હોય તેવી તે રસવતીથી આશ્ચર્ય પામતા દધિપણુંરાજાએ પરિવાર સહિત ભોજન કર્યું. શ્રમને દૂર કરનાર તથા પરમ હર્ષને આપનાર એવી તે રસવતીને આસ્વાદ લઈને રાજા બોલ્યા “આવી રસવતી તો નલ જાણે છે, બીજા કેઈને ખબર નથી. નલની સેવા કરતાં એ રસવતીને મને લાગે પરિચય છે. હું કજ ! શું તું નલ છે? પણ તે આ વિકૃત રૂપધારી નથી. બસેં ચાજન દર રહેલા તેનું અહીં આગમન કયાથી? અને ભરતાને સ્વામી તે એકલો કયાથી હેય? દેવતા અને વિદ્યાધરે કરતા તેનું અધિક રૂપ મેં જોયું છે, માટે તું તે નલ નથી.” પછી તે મુજપર તુષ્ટ થયેલ રાજાએ તેને વસ્ત્રાભરણાદિક, એક લાખટકા અને પાચસે ગામ આખ્યા, એટલે પાચસો ગામ શિવાય બીજું બધું તેણે લઈ લીધું. ત્યારે રાજાએ કહ્યું- હે કુજ શું બીજું કાંઈ તને આપુ?” તે બોલ્યા ત્યારે મારું આટલું વાછિત પૂર, કે તારા રાજ્યમાથી શિકાર અને મલપાન દૂર કરે.” એટલે તેના વચનને માન્ય રાખી રાજાએ પણ પોતાના રાજ્યમાં શિકાર અને મદ્યપાનની વાતને પણ બંધ કરી દીધી. હવે એક વખતે દધિપણુ રાજાએ કુજને એકાંતમાં પૂછયું કે--તું કે છે? કયા સ્થાનથી આવ્યું છે? કયાને વસનાર છે? તારે પોતાને બધે વૃત્તાંત અને કહી . તે બાહ્યો- હું કેશલેશ્વર નલરાજાને હંડિક નામે રસે છે, તેની પાસે હું કળાઓ શીપ છું. નલના નાના ભાઈ કૂબરે જુગારમા તેને જીતી લીધે, એટલે બધી પૃથ્વીને તે હારી ગયા ત્યારે દવદંતીને લઈને તે જંગલમાં ચાલ્યા ગયા અને ત્યાં તે મરણ પામ્યા. તેથી હું તારા નગરમાં આવ્યા છું, પણ કપટી અને કુપાત્રને પોષનાર એવા કુન ૫ કૃબરને મેં આશ્રય ન લીધો.? એટલે નલની મરણવાર્તાથી દથિપણુ રાજા પણ જાણે વજથી હાય હાય તેમ પરિવાર સહિત અત્યંત આકદ કરવા લાગ્યા, અને અશુપૂર્ણ અને તેણે નલનું પ્રેતકાર્ય કર્યું. તે વખતે મુજ મનમાં બહુજ હસવા લાગ્યા, એક દિવસે દધિપણુ રાજાએ દવતીના પિતા પાસે કઈક કારણસર ત મોક. ભીમરથરાજાએ તેને સત્કાર કર્યો. પછી તેની પાસે કેટલાક દિવસ સુખે વસતાં ચતર શિરોમણિ તે દૂતે એક વખતે પ્રસંગ નીકળતાં કહ્યું કે-હેવામિન ! મારા સવામી પાસે નલરાજાના રસોયા છે. તેને નલે શીખવેલ છે, તેથી તે સીપાક રસવતી કરી જાણે છે.”તે સાભળી ચકિત થયેલી દવદતીએ પિતાને કહ્યું કે હે તાત! ચરપુરૂષ મોકલીને તપાસ કરો કે તે રસ કે છે?
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy