SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ ચરિત્ર----- -- -- * * * * * * * * * એમ કહા છતાં દવદંતીને ભૂતગ્રસ્ત અને વાતુલના જેવી સમજીને તે ચરેએ કંઇ દરકાર ન કરી. ત્યારે સાર્થના હિતને ઈચ્છનાર દવદંતીએ ચેરેના મદને માડનાર એવા હંકાણ મૂકયા, એટલે તરતજ જ ગલને બધિર બનાવનાર તેના હકારાથી ચારા ધનુષ્યના નાદથી જેમ કાગડા નાસે, તેમ પલાયન કરી ગયા. ત્યારે સાથે લેકે બોલ્યા કે –“ આપણુ ચુકતથી આકષાયેલ આ કઈ દેવી છે, કે જેણે આપણને ચારાથી બચાવ્યા.” પછી સાર્થવાહે માતાની જેમ ભક્તિથી તેને પ્રણામ કરીને પૂછયું કે-“હે મહાનુભાવા. આ મહા અરણયમાં તું શા માટે ભમે છે? અને તે છે કોણ? એટલે લાચનમાં આંસુ લાવીને બંધુની જેમ તે સાથે પતિને નલના ઘૂતથી માડીને તેણે પિતાનો બધો વૃત્તાત કહી સંભળાવ્યું, તે સાંભળતા સાર્થવાહે કહ્યું કે-“હે મહાસતી! તું નલ મહારાજાની પત્ની હોવાથી મને પૂજનીય છે. આજ હું ભાગ્યશાળી થા. તે ચારેથકી અમને બચાવ્યા, તેથી તાશ ઉપકાર તળે અમે દબાયેલા છીએ, માટે મારા આવાસને પાવન કર. તારે જે સત્કાર કરીએ, તે સ્વલ્પજ છે.” એ રીતે કહીને સાર્થવાહે તેને પિતાના તંબમા લાવી દેવીની જેમ ભક્તિ કરીને તેને થાક ઉતાર્યો. એવામાં મેઘ અખંડ ધારાએ વરસવા લાગ્યા. પગલે પગલે વહેતા જળ પ્રવાહથી તે અરણ્ય એક જળમય થઈ ગયું, અને સર્વ અરણયમા ભુંડની મને વાછા પૂરનાર એ કાદવ વધી પડ્યો. તે વખતે ત્રણ દિવસ નિરંતર ઉત્કટ (જેસ બંધ) વૃષ્ટિ ચાલુ રહી, પણ દવઢતી જાણે પિતાના ઘરે ગઈ હોય તેમ ત્યા સુખપૂર્વક રહી. હવે મેઘ વરસતાં બંધ પડશે, ત્યારે દવદંતી તે સાર્થને તજીને ફરી પણ પ્રથમની જેમ એકલી તે સ્થાનથી ચાલી નીકળી. નલના પ્રવાસના દિવસથી માંડીને ઉપવાસાદિક તપ કરતી હવતી ધીમે ધીમે માર્ગ ઓળગવા લાગી. આગળ ચાલતાં દવતીએ, જેનું છલરૂપ જવાલાથી વિકરાલ સુખ છે, ભુજંગની જેમ ભયંકર, તાલવૃક્ષ જેટલા ઉચા ચરણ(પગ)ને ધારણ કરનાર, અમાવાસ્યાના અધિકાર સમાન જાણે કાજળથી બનાવેલ હોય તેવા શ્યામ શરીરને ધારણ કરનાર, શાલના ચર્મરૂપ વસ્ત્ર પહેનાર, ભીષણ પ્રાણુંઓ કરતાં પણ વધારે ભયંકર એવા યમપુત્ર સમાન એક શક્ષણને જે. એટલે તે રાક્ષસે તેને કહ્યું કે“અરે માનુષી ! ભૂખથી જેની ! કખ હી ઉતરી ગઈ છે એવા મને લાંબા વખતથી આજ ખોરાક મળે. માટે હવે તરત તારૂં હું ભક્ષણ કરીશ.” એમ સાભળતા દવદંતી ભય પામી, છતાં ધીરજ ધરીને કહેવા લાગી—“ અરે રાક્ષસ! મારું વચન સાંભળીને પછી તને રૂપે તેમ કરજે. પરમ આહત ધર્મથી મારું મન વાસિત છે, તેથી મને મરણની બીક નથી, પરંતુ તુ પરસ્ત્રીને સપર્શ કરશનહિ,જે સ્પર્શ કરીશ, તેનું સુખને આઈ બેસીશ. મનમાં જરા વિચાર કર.” એમ તેનું ધીરજ ભરેલું વચન સાંભળી રાણસ હર્ષિત થઈને બોલ્યા- હે ભદ્રે ! હું સંતુષ્ટ થા છું, કહે તારે
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy