SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ નળદમયતીનું ચરિત્ર પડી? પિતાની કાંચળી સપને કદી ભારરૂપ થતી નથી. અથવા તે હાંસી કરીને કોઈ લતાવનમાં તું છાને છુપાઈ ગયો છે, માટે પ્રગટ થા, બહુ હાંસી કાંઇ સુખકારી નથી. હે વનદેવતાઓ! હું તમને વીનવું છે કે તમે મારા પર મહેરબાની કરીને મને મારો પ્રાણેશ નલદેખાડા, અથવા તે જે માટે ગયો હોય, તે રસ્તા બતાવે. હે પૃથ્વી ! પાકેલા ચીભડાની જેમ તું દ્વિધા (બે ભાગ) થઈ જા, તેં આપેલ વિવર(પિલાણુ) માં પ્રવેશ કરીને હું નિવૃત્ત (શાંતિ) મેળવીશ.” એ રીતે વિવિધ વિલાપ કરતી અને રેતી દવદંતી નેત્રના અગ્રુજળથી નીકના જળની જેમ જંગલના વૃક્ષને સિંચવા લાગી. જળ, સ્થળ. વૃક્ષછાયા, અરણ્ય કે પર્વત બધે ઠેકાણે નલ વિના જવર પીડિતની જેમ તેને લેશ પણ ચેન ન પડયું. એવામાં અરથમા ભમતાં ભમતાં પોતાના વસ્ત્રના છેડે અક્ષરને જોઈને નયન-કમલને વિકસાવતી તે હર્ષથી વાંચવા લાગી અને તેણે ચિંતળ્યું કે “હું નિશ્ચય તેના મન રૂપ સંપૂર્ણ સરોવરની રાજહંસી સમાન છું. જે એવી ન હોઉં, તે પતિ મને આદેશરૂપ પ્રસાદ પણ શાન આપે? આ સ્વામીના આદેશને હું ગુરૂના વચન કરતાં અધિક માનું છું. તેને હુકમ બજાવતાં મને સુખ થશેજ, માટે પિતાને ઘરે જાઉં, પરંતુ પતિ વિના પીયર પણ સ્ત્રીઓને પરાભવ રૂપજ છે, છતાં પતિની સાથે પણ પીયર જવા માટે મે ઈચછા કરી હતી, તે આજે વિશેષથી પતિના આદેશને આધીન થઈને મારે પિતાના ઘરે જવું.” એમ ધારીને તે વટમાગે જવા લાગી, ત્યાં મામા મુખ ફાડીને બેઠેલા વાઘ ભક્ષણ કરવા ઉઠયા. પણ અનિની જેમતે સતીની પાસે આવી ન શકયા, વળી ઉતાવળથી જતાં રાફડાને ધક્ષ લાગવાથી પ્રગટ થએલા મેટા સર્પો જાણે સાક્ષાત્ જાંગુલી મંત્ર હોય તેમ તેની સામે ન આવ્યા, અન્ય હાથીની શકાથી જેઓ પોતાની છાયાને ભેદવા જાય તેવા મદન્મત્ત હાથીઓ પણ સિંહણની જેમ દવદંતીથી દૂર ભાગી ગયા. અને માગ. માં જતાં બીજા પણ ઉપેદ્ર તેને હક્ત કરી શકયા નહિ. કારણ કે જે સ્ત્રીઓ પતિવ્રતા હોય, તેમને સર્વત્ર કુશલજ હોય છે. ભીલડીની જેમ અતિ મલિન અને છુટા કેશવાળી, તત્કાલ જાણે સ્નાન કરેલ હોય તેમ જળથી આર્ટ અને દાવાનલથી ભય પામેલ હાથણીની જેમ વેગથી જતી એવી દવદ તીને રસ્તામાં 'પડાવ નાખી પડેલ એક મહદ્ધિક સાથે મળી ગયે, તેને જોતાં તેણે વિચાર કર્યો કે જે પુરયાગે કઇ સાથે મળી જાય, તે અરણય રૂ૫ સમુદ્રમાં તે વહાણ સમાન થઈ પડે છે,” એમ વિચારતા તે સ્વસ્થ થઈને બેઠી. તેવામાં દેવસેનાને જેમ અરે ઘેરી લે, તેમ ચારેએ આવીને ચારે બાજુથી સાઈને ઘેરી લીધો. એટલે તે ચોરસેનાને તેની કુળદેવીની જેમ તે કહેવા લાગી—“હે લેક' તમે ભય ન પામે. પછી દવદતી તે ચેરાને કહેવા લાગી–અરે હદ જને! તમે. ચાલ્યા જાઓ. આ સાથેની હું રક્ષણ કરનાર થઈ છું, માટે તમે હેરાન થશે.”
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy