________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશ વસ્તુને વિચ્છેદ તથા પાંચસો ચેપ, મળી એકંદર પાંચસે સતાવીશ સહ ભગવત સુધમાંડવામી પાસે ગયા અને પવિત્ર, આત્મકલ્યાણ કરનારી, મોક્ષને પ્રાપ્ત કરાવનારી, દીક્ષા અંગીકાર કરી. આ આશ્ચર્યકારી બનાવ વર્તમાન સમયના સંસારપી ને દંતકથા રૂપ લાગશે, પણ આ દત કથા નથી, પણ ખરેખર બનેલે ઐતિહાસિક બનાવે છે. ભગવંત મહાવીરની પાટ પરંપરામાંજ જબુસ્વામી અને તેમના શિષ્ય પ્રભવાસ્વામી થએલા છે. * શ્રી વીર પ્રભુના શાસનમાં જંબુસ્વામી ચરમ કેવળી છે. તેઓએ પણ ઘણું વર્ષો સુધી ભવ્ય જિનેને ધર્મ સંબંધી ઉપદેશ કર્યો અને પ્રાંતે મોક્ષે ગયા. - આ ભરત ક્ષેત્રમાં તેમના પછી કોઈ મોક્ષે ગયા નથી. આ કાળ આશ્રિત આ ક્ષેત્રમાં મોક્ષમાર્ગ બંધ છે. શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં
જ્યાં સદાય ચોથા આરાના ભાવ વતે છે, જ્યાં વીશ તીર્થકર અને સંખ્યાબંધ કેવળજ્ઞાનીઓ જુદા જુદા પ્રદેશમાં વિચરી રહ્યા છે, તે પ્રદેશમાં મોક્ષ માગ ચાલુ છે.
જંબુસ્વામીના ક્ષે પધાર્યા પછી, નીચે પ્રમાણે દશ વસ્તુએને પણ આ ભરતક્ષેત્રમાં વિચ્છેદ થયો છે.
(૧) કેવળજ્ઞાન. (૨) મન પર્યાવજ્ઞાન (૩) પુલાક લબ્ધિ અને પરમાવધિજ્ઞાન (૪) ક્ષપકણિ,(૫) ઉપશમ શ્રેષેિ (૬) આહાક શરીર (૭) જિનકલ્પ અને (૮-૯-૧૦) ત્રણ પ્રકારના ચારિત્ર-પરિહારવિશુદ્ધિ, સુમસં૫રાય અને ચણા, ખ્યાત ચારિત્ર.
જ બુસ્વામિના શિષ્ય પ્રમવાસ્વામી થપૂર્વ ધારી થયા છે. તેમના શિષ્ય સ્વયંભવસૂરિ પણ ચાદપૂર્વ ધારી થયા છે. તેઓએ પિતાના પુત્ર અને શિષ્ય મનકમુનિનું અલ્પ આયુષ્ય જાણે તેમના કલ્યાણના માટે પૂર્વમાંથી ઉદ્ધરીને દશવૈકાલિક સૂત્રની રચના કરી છે. આ સૂત્રના દશ અધ્યયન છે. તેના પહેલા ચાર અધ્યયન આત્માઈિ વિરતિવંત શ્રાવકને ગીતાર્થ ગુરૂની પાસે ભણવાને અધિકાર છે. તેમના શિષ્ય યશોભદ્રસૂરિ પણું ચાદ
For Private and Personal Use Only