________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૮
પા મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૨ આ ભવ તથા પરભવમાં ફાયદો કરનાર નિષ્પાપ પડાવશ્યક, જિનપૂજા વિગેરે સમ્યફક્રિયાઓ, નિયમો, ગુરૂ પાસેથી વિધિપૂર્વક પ્રાપ્ત કરીને તેને બરાબર સેવતાં શરમ રાખવી નહિં. આ બધા અનુષ્ઠાન ચિંતામણું રત્નની માફક દુખે પામી શકાય તેવા છે, અને તેના સેવનથી ચિંતામણી રતનની માફક તે ફળ આપનાર નીવડે છે.
૧૩ અરક્ત દિષ્ટ-શરીરની સ્થિતિના કારણે ધન, સ્વજન, આહાર, ઘર, વિગેરે સાંસારિક પદાર્થમાં પણ અરક્તદિષ્ટ થઈને રહેવું.
- શરીરને નિર્વાહ કરનાર વસ્તુઓ યાને શરીરને મદદગાર ધન, વજન, આહાર, ઘર, ક્ષેત્ર, કલત્રવસ્ત્ર, શસ્ત્ર, યાન, વાહન, વિગેરે સાંસારિક નિર્વાહના સાધનમાં અરક્તદષ્ટિ એટલે મંદ આદરવાળા થઈને વર્તવું. વિચાર કરે કે કેઈ સગુ, શરીર કે ઉપભોગ સાથે આવનાર નથી. જીવ સઘળું છેને પરભવમાં એક જાય છે.
વળી દુર્વિનીત ચાકર વિગેરે ઉપર પણ અંતરથી વિદ્વેષ ન રાખવે, કિંતુ કારણ પર બહારથી જ ગુસ્સે બતાવ.
૧૪ મધ્યસ્થ–ભાવશ્રાવક–ઉપશમ ભરેલા વિચારવાળો હેય, કેમકે તે રાગ દ્વેષમાં ફસાયેલો હેતે નથી, માટે હિતાથી પુરૂષ મધ્યસ્થ રહીને સર્વથા અસદગ્રહને ત્યાગ કરે.
કષાયેનો ત્યાગ કરી–ઉપશમ કરી, દાબી રાખી, રાગદ્વેષથી રહિત થઈ, ધર્માદિકનું સ્વરૂપ વિચારવું. પણ અસદુગ્રહ એટલે મેં ઘણા લોકો સમક્ષ આ પક્ષ સ્વીકાર્યો છે અને ઘણું લેકેએ તે પ્રમાણુ કર્યો છે, માટે હવે મેં પોતે માનેલાને શી રીતે અપ્રમાણ કરૂં? યાને શી રીતે તેને ત્યાગ કરૂં ? એ વિચાર કરી સ્વપક્ષના અનુરાગમાં પડવું નહિ.
વળી “આ મારે દુશ્મન છે, સામા પક્ષને છે માટે એને ઘણા જનમાં હલકે પાડું,” એ પ્રમાણે ચિંતવી તેના ઊપર ખરા ખોટાં દૂષણ મુકવા નહિં, કે તેના દોષ બલવા નહિ, અથવા ગાળે દેવી
For Private and Personal Use Only