________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. 1. ભાવશ્રાવક ગુણ સ્વરૂપે.
૪૯૯ વિગેરે શરમાવનારી પ્રવૃત્તિ કરવી નહી. તેમજ તેના પી થવું નહી, પણ સર્વ સ્થળે સમભાવ રાખી સ્વપરને ઉપકાર થાય તેવી ઇચ્છા રાખવી, કદી પણ અસદુગ્રહ એટલે ભુંડ અભિનિવેસવાળા થવું નહિ.
૧૫ અસંબદ્ધ-જગતમાં રહેલી સમસ્ત વસ્તુઓ-પદાર્થ માત્ર ક્ષણભંગુર છે, એમ નિરંતર વિચાર કરી તેના સંબંધમાં રહેવા છતાં, મનથી તેમાં બંધાવું નહિ, એટલે તન, ધન, યૌવન, જીવિત, વજન, કુટુંબ,નેાકર વિગેરે દ્વિપક્વ, હાથી, ઘોડાદિ ચતુસ્પ, ક્ષેત્ર, ગૃહ, ધાન્ય, સેનું, રૂપુ, મણિ, માણિક્યાદિલમિ, અને જગતના વિવિધ પ્રકારના વૈભવાદિ ભેગવિલાસની સામગ્રી, અનિત્ય, અશાશ્વત, વિનશ્વર છે, એવા વિચાર પ્રતિક્ષણ મન ઉપર કાયમ રાખી, તેના સંબંધમાં રહી તેનું પાલન વર્ધન વિગેરે કરતા રહેવા છતાં તેમાં પ્રતિબંધ એટલે મૂછરૂપ સંબંધ રાખ નહિ. કેમકે એ સઘળું છેને કર્મવશ થયેલ છવ સારા યા નરસા ભવમાં ભટકતે રહે છે. સમકિતધારી જીવે કુટુંબમાં રહેવા છતાં કેમ વર્તવું, એ જણાવતાં એક ઠેકાણે કહ્યું છે કે,
સમકિત ધારી જીવડા, કરે કુટુંબ પ્રતિપાલ
અંતરંગથી ન્યારે રહે, જેમ ધાવ ખેલાવત બાલ.” ધાવમાતા બાહ્ય પ્રેમથી બાલકનું પ્રતિપાલન કરતાં છતાં, અંતરંગથી તે સમજે છે કે-આ બાલક મારૂં નથી. એમ સમજી અંતરંગપ્રેમથી તે રહિત હોય છે, તેમ ભાવશ્રાવક કુટુંબનું પ્રતિપાલન કરતે રહે, છતાં અંતરંગથી તેમાં બંધાય નહી અલગ રહે, આસક્તિ રાખે નહિ.
૧૬ પરાર્થકામગી–સંસારથી વિરક્ત મન રાખી, ભેગેપગથી તૃપ્તિ થતી નથી, એમ જાણી કામગમાં પરની અનુ. વૃત્તિથી પ્રવૃત્તિ કરવી. એટલે “આ સંસાર અનેક પ્રકારના દુઓનું આશ્રય સ્થાન છે. જેમકે પહેલું દુઃખ તે ગર્ભાવાસમાં માતાની કુક્ષીમાં રહેવાનું હોય છે; ગર્ભમાં ઉધે મસ્તકે મળમૂત્રમાં
For Private and Personal Use Only