________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ. ] ગુરૂ શુક્રૂષા
જ૮૧ કારણ કે જેમાં વર્તતા શ્રાવકને જેઇ, તેઓ એવું બોલે છે કે, જિનશાસનને ધિક્કાર થાઓ કે, જ્યાં શ્રાવકને, આવા શિષ્ટજનને, નિંદનીય મૃષાભાષણ વિગેરેના કુકર્મથી અટકાવવાનો ઉપદેશ કરવામાં આવતું નથી. આવી રીતે નિંદા થવાથી તે પ્રાણીઓ ક્રોડ જ લગી પણ બધી બીજને પામી શકતા નથી, તેથી તે અધિબિજ કહેવાય છે. અધિબિજથી તેવી નિંદા કરનારને સંસાર વધે છે, એટલું જ નહિ, પણ તેના નિમિત્તભૂત શ્રાવકને પણ સંસાર વધે છે.”
જે પુરૂષ અજાણતાં પણ શાસનની લઘુતા કરાવે, તે બીજા પ્રાણુઓને તેવી રીતે મિથ્યાત્વને હેતુ થઈ, તેના જેટલાજ સંસા૨નું કારણ કર્મ બાંધવાને સમર્થ થઈ પડે છે, જે કર્મવિપાક દારૂણ, ઘાર અને સર્વ અનર્થને વધારનાર છે.”
માટે શ્રાવકોએ હમેશાં ઋજુવ્યવહારી થવાને માટે કાલ રાખવી જોઈએ, અને એ પ્રમાણે વર્તવું જોઈએ.
૫ ગુરૂ શુશ્રષા-ગુરૂની શુશ્રુષા કરનાર શ્રાવક, ગુરૂ શુશ્રષક કહેવાય છે. શુશ્રષા ચાર પ્રકરથી થઈ શકે છે. ૧ ગુરૂજનની સેવા કરવાથી ૩ બીજાને તેમાં પ્રવર્તાવવાથી, ૨ ઓષધાદિક આપવાથી. ૪ ચિત્તના ભાવથી, તેમના
અભિપ્રાય પ્રમાણે વર્તવાથી. ગુરૂજન એટલે આરાધ્યવર્ગ. માતાપિતા વિગેરે પણ ગુરૂ જન ગણાય છે, તે પણ અહિં ધર્માધિકારના પ્રસંગમાં આચાર્ય વિગેરે જ ગણાય છે અને તેમને ઉદેશીને જ આ ગુરૂશુશ્રષાને અધિકાર છે.
ગુરૂ-ધર્મના જાણ, ધર્મના કહેનાર, હમેશાં ધર્મના પ્રવર્તક, અને જીને ધર્મશાસ્ત્રનો ઉપદેશ આપનાર હોય, તેને ગુરૂ કહે છે. ઉપલક્ષણથી આ જણાવેલા ગુણથી લક્ષિત હેય, તે બધાને ગુરૂજનમાં સમાવેશ થાય છે.
For Private and Personal Use Only