________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦ર
મી મહાવીરસવામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૨૨ ગુરૂજનની સેવા–તેમના ધ્યાનમાં હરત નહિ પાડતાં, કાળ અવસરે, તથા પ્રપેક્ષણ અને આવશ્યકાદિ ચોગમાં વ્યાઘાત હરકત પડે નહિ, એવી રીતે તેમની સેવા કરવી.
ગુરૂના ખરા ગુણેનું વર્ણન કરીને બીજા પ્રમાદવાળાઓને ગુરૂ સેવામાં પ્રવર્તાવવા તે પણ એક રીતની શુશ્રષા છે.
ઔષધ–એટલે કેવળ એક દ્રવ્ય રૂપ અથવા બાહેર રોપડવાને ખપ લાગે તે.
ભેષજએટલે ઘણા દ્રવ્યોની મેળવણીથી બનેલા અથવા ખાવાના પદાર્થ. એ આદિ બીજી સંયમમાં મદદગાર થાય, તેવી ચીજ આપવાથી ગુરૂ શુશ્રષા થઈ શકે છે.
ગુરૂનું બહુમાન રાખવું અને તેમના અભિપ્રાયને અનુસરવું; એટલે હમેશાં મનની પ્રીતિપૂર્વક તેમના ગુણાનુવાદ કરવા. તેમજ તેમના ભાવ એટલે ચિત્તના અભિપ્રાયને અનુકૂળપણે વર્તવું. તેમને અભિમત હોય તે જ પ્રમાણે કરવું.
એ રીતે શ્રાવકે ગુરૂશુશ્રુષા કરવી. ૬ પ્રવચનમાં કુશળપણું એ છઠું લક્ષણ છે. - સૂત્રમાં, અર્થમાં, તેમજ ઉત્સર્ગમાં, અપવાદમાં, ભાવમાં, નિશ્ચયમાં અને વ્યવહારમાં જે કુશળતા ધરાવતું હોય, તે પ્રવચનકુશળ ગણાય છે.
* પ્રવચન કે આગમ એટલે ઉત્કૃષ્ટ વાય. અર્થ એટલે સૂત્રને અભિપ્રાય. ઉત્સર્ગ એટલે સામાન્ય કથન. અપવાદ એટલે વિશેષ કથન, ભાવ એટલે વિધિસાહત ધમનુષ્ઠાન કરવાં તે અને વ્યવહાર એટલે ગીતાર્થ પુરૂષેના આચરણમાં કુશળતા ધરાવવી, એ ભાવ શ્રાવકનું લક્ષણ છે.
શ્રાવકને તેમના ઉચિત સૂત્ર શીખવવાનું છે. એટલે દશવૈકાલિક સૂત્રના પ્રવચનમાત્રા નામના અધ્યયનથી માંડીને છજજી વણીયા અધ્યયન સુધી, તથા પંચસંગ્રહ, કર્મ પ્રકૃતિ વિગેરે બીજા ઘણું શાસ્ત્રને ગુરૂકૃપાથી પિતાની બુદ્ધિના પ્રમાણમાં શ્રાવકે
For Private and Personal Use Only