________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવશાલી અપાય
છે એવું
મા ભવમાં
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૨ કેવળ પાપ પેદા થાય છે, એમ જાણી સુમતિવાન પુરૂષભાવશ્રાવકે–તેમાંથી સર્વ પ્રકારે નિવૃત્તિ રાખવી. . (ગ) ભાવી અપાયપ્રકાશન એટલે--અશુદ્ધ વહિવટ કરનારને સંકટ આવતા રહે છે, એવું પિતાના આશ્રિતને શીખવવું. હે ભાઈ ! ચારી વિગેરે પાપ, આ ભવમાં અને પર ભવમાં અનંથકારક છે, તેથી તેવા પ્રકારનું કોઈ પણ પાપકર્મ કરવું નહિં, અને પિતાના પુત્રો કદાપિ તેવી રીતે વર્તતા હોય, તે તેની ઉપેક્ષા કરવી નહિ. સદુપદેશ આપી નીતિ માર્ગે ચલાવવાને પુરતી કાળજી રાખવી, એ માતાપિતાની ફરજ છે. (ઘ) સર્ભાવથી મૈત્રી કરવી. એટલે ખરા ભાવથી નિષ્કપટ મૈત્રી કરવી. કેમકે મિત્રી અને કપટથી ભાવ એ બન્નેને પરસ્પર છાયા અને તડકા જેટલે વિરોધ છે. જેઓ કપટથી મીત્ર કરવા ઈચ્છે છે, પાપથી ધર્મ સાધવા ઈચ્છે છે, પરને દુઃખી કરી સમૃદ્ધિ મેળવવા ઈચ્છે છે, સુખ શીળવાળા થઈ વિદ્યા શીખવા ઈચ્છે છે; અને કઠેરવાણીથી સ્ત્રીને વશ કરવા ઈચ્છે છે, તેઓ ખુલ્લી રીતે અપંડિત છે.
ધર્મથીજ જીને પુરતું દ્રવ્ય, નિર્મળકુળ, અખંડઆજ્ઞા, એશ્વર્ય, બળ, સુરસંપદા, અને શિવપદ એ નિશ્ચયથી મળે છે. જે પાપથી ત્રાદ્ધિ, સિદ્ધિ થતી હોય, તે જગતમાં કે ઈપણ જીવ દરિદ્રી, અસિદ્ધ કે દુખી રહે જ નહિં.
આ પ્રમાણેના ઋજુવ્યવહારના નિયમનું ભાવશ્રાવકે પાલન કરવું જોઈએ આથી વિપરીત રીતે ચાલવાથી આ પ્રમાણે નુકશાન છે.
“અન્યથા ભાષણ વિગેરે કરતાં, બીજાને નિયમા અધિ બીજના કારણે થવાય, અને તેથી સંસાર વધી પડે છે, માટે જી. વ્યવહાર થવું.”
“અબાધિ બીજનું કારણ એટલે કે, તેથી બીજા ધર્મ પામી શકતા નથી. તેમને અધર્મ પામવાના નિમિત્ત કારણભૂત બને છે.
For Private and Personal Use Only